For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ખોળામાં રમેલા ઋષિનું સન્માન કરતાં લતા, અણ્ણાને પણ ઍવૉર્ડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 એપ્રિલ : હા જી, એવું જ કહ્યું ભારતના સ્વરકોકિલા લતા મંગેશકરે. ગુરુવારના રોજ 72મા માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ સમારંભમાં લતાએ અભિનેતા ઋષિ કપૂરને ઍવૉર્ડ વડે સન્માનિત કરતાં કંઇક આવા જ ઉદ્ગાર વ્યક્ત કર્યાં.

માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ સમારંભ દર વર્ષે યોજાય છે અને આ વખતે આ ગૌરવપૂર્ણ ઍવૉર્ડ સામાજિક કાર્યકર અણ્ણા હઝારે, સંગીતજ્ઞ જાકિર હુસૈન, દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર અને બીજી મુખ્ય હસ્તીઓને આપવામાં આવ્યો. આ તમામ હસ્તીઓને ઍવૉર્ડ સ્વરૂપે સ્મૃતિ ચિહ્ન, પ્રશસ્તિ પત્ર તથા 1 લાખ રુપિયા રોકડ (દેરક) આપવામાં આવ્યાં.

આ ઍવૉર્ડ સમારંભમાં મુખ્ય હસ્તીઓને સન્માનિત કરતા લતા મંગેશકરે એક મોટો ખુલાસો કર્યો. લતાએ જણાવ્યું - અમે દર વર્ષે 24મી એપ્રિલને મારા પિતાની પુણ્યતિથિ તરીકે ઉજવીએ છીએ. આ પુરસ્કાર સિનેમા, સંગીત, રંગમંચ, સાહિત્ય અને સામાજિક કાર્યના ક્ષેત્રે પ્રતિષ્ઠિત લોકોને આપવામાં આવ્યાં છે. આજે મને ખુશી થઈ રહી છે કે મેં ઋષિ કપૂરને ઍવૉર્ડ આપ્યો છે. તે ક્યારેક મારા ખોળામાં રમ્યા કરતો હતો. ઋષિ કપૂર માત્ર બે વર્ષના હતાં, ત્યારે કેવી રીતે ખોળામાં રમ્યા કરતા હતાં. આજે તેઓ મારા હાથે ઍવૉર્ડ લઈ રહ્યાં છે. પછી તો મેં ઋષિ કપૂરની તમામ ફિલ્મો જોઈ.

નોંધનીય છે કે આ પુરસ્કાર સમારંભ હવે પોતાના રજત જયંતી વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ પુરસ્કાર સમારંભમાં ઉસ્તાદ જાકિર હુસૈનને સન્માનિત કરતાં લતાએ જણાવ્યું - જાકિર હુસૈને મને તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રક્ખાના સાથની યાદ અપાવી દીધી કે જેઓ મને પોતાની દીકરીની જેમ માનતા હતાં. આ પ્રસંગે રણબીર કપૂર, નીતૂ સિંહ, રિદ્ધિમા કપૂર, જુહી ચાવલા અને શ્રદ્ધા કપૂર આદિ પણ હાજર રહ્યા હતાં.

ચાલો જોઇએ માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ સમારંભની તસવીરો :

અણ્ણા-લતા એક મંચ પર

અણ્ણા-લતા એક મંચ પર

મુંબઈમાં ગઈકાલે યોજાયેલ 72માં માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ સમારંભમાં અણ્ણા હઝારે અને લતા મંગેશકર એક મંચ ઉપર હતાં.

અણ્ણાનું સન્માન

અણ્ણાનું સન્માન

આ પ્રસંગે લતા મંગેશકરે સામાજિક ક્ષેત્રે પ્રદાન બદલ અણ્ણા હઝારેનું માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ વડે સન્માન કર્યુ હતું.

જુહી ચાવલા

જુહી ચાવલા

ઍવૉર્ડ ફંક્શનમાં બૉલીવુડ અભિનેત્રી જુહી ચાવલા હાજર રહ્યા હતાં.

જુહી-શ્રદ્ધા

જુહી-શ્રદ્ધા

આ ઍવૉર્ડ ફંક્શનમાં હાજર શ્રદ્ધા કપૂર અને જુહી ચાવલા પરસ્પર કંઇક ચર્ચા કરતા જણાય છે.

લતા-ઋષિએ કર્યું ઉદ્ઘાટન

લતા-ઋષિએ કર્યું ઉદ્ઘાટન

આ ઍવૉર્ડ ફંક્શનનું ઉદ્ઘાટન લતા મંગેશકર અને ઋષિ કપૂરે કર્યુ હતું.

ઋષિ પરિવાર હાજર

ઋષિ પરિવાર હાજર

માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ સમારંભમાં ઋષિ કપૂરનો આખો પરિવાર હાજર રહ્યો હતો. તેમાં રણબીર કપૂર, નીતૂ સિંહ, ઋષિ કપૂર અને રિદ્ધિમા કપૂરનો સમાવેશ થાય છે.

ઋષિને ઍવૉર્ડ

ઋષિને ઍવૉર્ડ

લતા મંગેશકરે અભિનય ક્ષેત્રે ખાસ પ્રદાન બદલ ઋષિ કપૂરનું માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ વડે સન્માન કર્યુ હતું.

લતા-રણબીર

લતા-રણબીર

આ પ્રસંગે રણબીર કપૂરે લતા મંગેશકરને ગુલદસ્તો આપી શુભેચ્છા પાઠવી હતી.

ખાસ અંદાજમાં રિદ્ધિમા

ખાસ અંદાજમાં રિદ્ધિમા

નીતૂ સિંહ અને ઋષિ કપૂરના પુત્રી તથા રણબીર કપૂરના બહેન રિદ્ધિમા કપૂર પણ આ ફંક્શનમાં હાજર હતાં કે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

રિદ્ધિમા-નીતૂ-રણબીર

રિદ્ધિમા-નીતૂ-રણબીર

મંચ ઉપર લતાના હસ્તે ઋષિ કપૂરના સન્માનના પ્રસંગને અભિભૂત થઈ જોતાં પુત્રી રિદ્ધિમા, પત્ની નીતૂ અને પુત્ર રણબીર.

શ્રદ્ધા પણ સન્માનિત

શ્રદ્ધા પણ સન્માનિત

લતા મંગેશકરે આ પ્રસંગે આશિકી 2 ફૅમ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું પણ માસ્ટર દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ વડે સન્માન કર્યુ હતું. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)

English summary
Bharat Ratna recipient Lata Mangeshkar conferred the 72nd Master Deenanath Mangeshkar Awards to social activist Anna Hazare, musician Zakir Hussain, veteran actor Rishi Kapoor and other prominent personalities at a function here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X