• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનુપ જલોટા સાથે ઈશ્ક ફરમાવનાર જસલીને કરી લીધા લગ્ન? જાણો સચ્ચાઈ

|
Google Oneindia Gujarati News

ભજન સમ્રાટ અનૂપ જલોટા સાથે ઈશ્કની વાત કરીને આખા ઈન્ડિયાને ચોંકાવી દેનાર મૉડલ-સિંગર જસલીન મથારુએ એક વાર ફરીથી લોકોને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એકદમ નવી નવેલી દુલ્હનની જેમ બેડરૂમમાં બેસીને રોમેન્ટીક ગીત પર ડાંસ કરી રહી છે. વીડિયોમાં જસલીન મથારુના હાથમાં ચૂડો અને માંગમાં સિંદૂર લગાવેલુ દેખાઈ રહ્યુ છે અને સાથિયા ફિલ્મના ગીત ચૂપકે સે લગજા ગલે, રાત કી ચાદર તલે પર ડાંસ કરી રહી છે.

જસલીન મથારુએ કર્યા ગુપચૂપ લગ્ન?

જસલીન મથારુએ કર્યા ગુપચૂપ લગ્ન?

વીડિયો વાયરલ થયા બાદ ચારે તરફથી એ જ ચર્ચા છે કે છેવટે જસલીને ક્યારે અને કોની સાથે લગ્ન કર્યા છે અને તેણે પોતાના લગ્ન કેમ છૂપાવ્યા. આ દરમિયાન ટીઓઆઈએ પોતાના એક સમાચારમાં દાવો કર્યો છે કે જસલીને કોઈની સાથે લગ્ન કર્યા નથી. તે બસ ગીત સંભળાવી રહી હતી તો તેને લગ્નવાળી ફીલિંગ થઈ જેના કારણે તેણે દુલ્હનનુ રૂપ લીધુ. જો તે ક્યારેય કોઈની સાથે લગ્ન કરશે તો તે લોકોથી ક્યારેય નહિ છૂપાવે. ઉલ્ટાનુ જોરશોરથી કહેશે. હાલમાં જસલીનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અનૂપ અને જસલીને કહ્યુ હતુ - અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ

તમને જણાવી દઈએ કે વર્ષ 2018માં બિગ બૉસ શોમાં અનૂપ અને જસલીન બંનેએ કબૂલ્યુ હતુ કે તે સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.જસલીને કહ્યુ કે મારાથી વધુ અનૂપ તેના માટે બેકરાર રહે છે. જો હું તેમને ફોન ન કરુ તો તે ખુદ દસ વાર ફોન કરે છે. અમારે ઘરવાળાથી છૂપાઈને મળવુ પડે છે પરંતુ હવે બિગ બૉસમાં અમે ખુલ્લંખુલ્લા પ્રેમ કરી શકીશુ. ત્યારબાદ જસલીનનાપિતાએ કહ્યુ કે આ વાત સાંભળીને અમારો પરિવાર શોકમાં છે. જો કે શોમાંથી બહાર આવતા જ બંને પોતાની વાતમાંથી પલટી ગયા અને કહ્યુ કે આ બધુ અમે બિગ બૉસના કહેવા પર કર્યુ હતુ અને આ એક પબ્લિસિટી સ્ટંટ હતો.

'તેની સાથે સંબંધ આધ્યાત્મિક છે, શારીરિક નથી'

'તેની સાથે સંબંધ આધ્યાત્મિક છે, શારીરિક નથી'

અનૂપ જલોટાએ કહ્યુ હતુ કે જસલીન તેની શિષ્યા છે અને હંમેશા રહેશે, તેની સાથે સંબંધ આધ્યાત્મિક છે, શારીરિક નહિ, જ્યારે જસલીને કહ્યુ હતુ કે અનૂપ જલોટા તેના પિતા તુલ્ય છે એટલે લગ્નમાં મારુ કન્યાદાન તે જ કરશે અને મારા માટે છોકરો પણ તે જ શોધશે.

કોણ છે જસલીન મથારુ

કોણ છે જસલીન મથારુ

30 વર્ષની જસલીન મથારુ એક સિંગર-એક્ટર છે, તે અનૂપ જલોટાની ગાયકીની ફેન હતા અને આના આના કારણે તેમણે તેને સંગીત શીખવાનો નિર્ણય કર્યો હતો. આમ તો તે એક પંજાબી પરિવારથી છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો છે અને તે ત્યાં જ મોટી થઈ. પોતાની કૉલેજમાં બેસ્ટ સિંગરનો ખિતાબ જીતી ચૂકેલી જસલીન મિકા સિંહ, સુખવિંદર સિંહ, અમજદ ખાન સાથે સ્ટેજ શો કરી ચૂકી છે.

આ પણ વાંચોઃ શોપિયામાં 2 આતંકી ઠાર, અઠવાડિયામાં એક ડઝન આતંકીઓનો સફાયોઆ પણ વાંચોઃ શોપિયામાં 2 આતંકી ઠાર, અઠવાડિયામાં એક ડઝન આતંકીઓનો સફાયો

English summary
Anup Jalota's so called girlfriend Jasleen Matharu is Married ? here is reality
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X