• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બૉક્સ ઓફિસ પર શું થયા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના હાલ, જાણો કમાણી

|

બૉક્સ ઓફિસ પર 11 જાન્યુઆરીએ બે ફિલ્મો રિલીઝ થઈ હતી. પહેલી ફિલ્મ 'ઉરી' અને બીજી 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'. એક તરફ ઉરીએ સફળતાનો ઝંડો લહેરાવી દીધા તો બીજી તરફ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' બહુ ખરાબ રીતે ફ્લોપ માનવામાં આવી રહી છે. અનુપમ ખેર અને અક્ષય ખન્ના સ્ટારર આ ફિલ્મ ભારતીય રાજકારણના એ સમયની કહાની છે જ્યારે કોંગ્રેસની જીત બાદ મનમોહન સિંહને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. ફિલ્મ દર્શકોને ખેંચી રાખવામાં નિષ્ફળ રહી છે.

ચાર દિવસમાં કમાયા આટલા કરોડ

ચાર દિવસમાં કમાયા આટલા કરોડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' એ પહેલા 4 દિવસોમાં માત્ર 14 કરોડની કમાણી કરી. બોલિવુડ હંગામાએ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ની કમાણીના આંકડા શેર કર્યા છે. 4 દિવસમાં મૂવીએ ભારતીય બજારમાં માત્ર 13.90 કરોડ જ કમાયા છે. ફિલ્મે પહેલા દિવસે 3.40 કરોડ, બીજા દિવસે 4 કરોડ, ત્રીજા દિવસે 4.50 કરોડ અને ચોથા દિવસે 2 કરોડ કમાયા છે. ચોથા દિવસે મૂવીની કમાણીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

ફિલ્મ પર પૂર્વ પીએમ મનમોહન સિંહની છબી બગાડવાનો આરોપ

ફિલ્મ પર પૂર્વ પીએમ મનમોહન સિંહની છબી બગાડવાનો આરોપ

ટ્રેડ પંડિતોની માનીએ તો ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' 30-32 કરોડ સુધી સમેટાઈને રહી જશે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ભારતમાં 1300 સ્ક્રીન પર રિલીઝ થઈ છે. જ્યારે ઓવરસીઝમાં 140 સ્ક્રીન પર. ફિલ્મ પર મનમોહન સિંહનું મહિમામંડન કરવા અને ગાંધી પરિવારની છબી બગાડવાનો આરોપ છે. ઘણા લોકોએ ફિલ્મને પ્રોપાગાન્ડા ગણાવી છે.

મેકર્સે ફિલ્મને તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો

‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' માટે ભારતીય બજારમાં 20 કરોડ પાસે પહોંચવુ પણ મુશ્કેલ જણાઈ રહ્યુ છે. અનુપમ ખેરની ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન 2.33 કરોડ છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' નું વર્લ્ડવાઈજ કલેક્શન લગભગ 20.15 કરોડ છે. હિંદી બેલ્ટમાં મૂવીના નિરાશાજનક પ્રદર્શન છતાં મેકર્સે ફિલ્મને તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે તમિલ અને તેલુગુ ભાષામાં ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ના પોસ્ટર શેર કર્યા છે. ફિલ્મ બંને ભાષાઓમાં 18 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

આ પણ વાંચોઃ Me Too: રાજકુમાર હિરાની પર યૌન શોષણનો આરોપ, સપોર્ટમાં આવ્યા આ બોલિવુડ કલાકારો

English summary
Anupam Kher Starrer Film The Accidental Prime Minister Box Office Collection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X