For Quick Alerts
For Daily Alerts
બૉલિવુડથી વધુ એક દુઃખદ સમાચાર, અનુરાધા પોંડવાલના દીકરાનુ નિધન
નવી દિલ્લીઃ એવુ લાગી રહ્યુ છે કે વર્ષ 2020 બૉલિવુડ માટે ખૂબ ખરાબ જઈ રહ્યુ છે. એક પછી એક દુઃખભર્યા સમાચાર સતત બી ટાઉનમાંથી સામે આવી રહ્યા છે. પહેલા ઋષિ કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂતના મોતના સમાચારે બધાને દુઃખી કરી દીધા હતા. ત્યારબાદ હવે બૉલિવુડથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભજન ગાયિકા અનુરાધા પોંડવાલના દીકરા આદિત્ય પોંડવાલનુ નિધન થઈ ગયુ છે. તેમના નિધન પર બૉલિવુડ હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે.
માહિતી મુજબ તેમને લાંબા સમયથી કિડની સંબંધિત બિમારી હતી. આના માટે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. શનિવારે સવારે કિડની ફેલ થઈ જવાથી તેમનુ નિધન થઈ ગયુ. વળી, બીજી તરફ અનુરાધા પોંડવાલના પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. તેમના દીકરા આદિત્યની ઉંમર હજુ 35 વર્ષની જ હતી.
કોંગ્રેસના આ 6 નવા ચહેરા નિભાવશે સોનિયા ગાંધીના સલાહકારની ભૂમિકા