અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે બૉયફ્રેન્ડને કર્યુ લિપ લૉક, પ્રાઈવેટ ફોટા વાયરલ
મુંબઈઃ અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ એક વાર ફરીથી પોતાના બોલ્ડ ફોટાના કારણે છવાયેલી છે. આ વખતે આલિયા કશ્યપે પોતાના બૉયફ્રેન્ડ સાથે કિસ કરતો વીડિયો અને રોમેન્ટીક ફોટા પણ શેર કર્યા છે. આલિયા કશ્યપે પોતાના જીવનના ખાસ પ્રસંગે આ પ્રાઈવેટ ફોટા શેર કર્યા છે. આલિયા કશ્યપે પોતાના બૉયફ્રેન્ડ શેન ગ્રેગોઈરે સાથે લિપ લૉક કરતી જોવા મળી રહી છે. આ ફોટામાં બૉયફ્રેન્ડ સાથે આલિયા કશ્યપ ઈન્ટીમેટ થતી દેખાઈ રહી છે. આ ફોટામાં શેને આલિયાને લિપ લૉક કરીને ખોળામાં ઉઠાવી લીધી છે.

જુઓ આ વાયરલ ફોટા અને વીડિયો.
પોતાના બૉયફ્રેન્ડના જન્મદિવસે આલિયા કશ્યપે આ બધા ફોટા શેર કર્યા છે. જે બતાવી રહ્યા છે કે બંનેનો સંબંધ ઘણો આત્મીય છે. કપલના આ રોમેન્ટીક ફોટો પર યુઝર્સ જોરદાર રિએક્ટ કરી રહ્યા છે. આ રોમ્ન્ટીક ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટામાં આલિયા કશ્યપ પોતના બૉયફ્રેન્ડ સાથે અમુક ખાસ પળો વીતાવી રહી છે. ચાલો, તમને બતાવીએ, આ વાયરલ ફોટા અને વીડિયો.

આલિયા કશ્યપના રોમેન્ટીક ફોટા
આ બધા ફોટા આલિયા કશ્યપે શેન ગ્રેગોઈરેના 22માં બર્થડેના સેલિબ્રેશનમાં પાડ્યા છે. આલિયાએ આ ફોટાના કેપ્શનમાં લખ્યુ છે કે, 'મારા પ્રેમને 22માં જન્મદિવસની શુભકામના. જે મને દુનિયાની સૌથી નસીબદાર છોકરી હોવાનો અહેસાસ કરાવે છે. હું ગ્રેટફૂલ છુ કે મને તુ મળી. હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ.' આલિયા કશ્યપે વેકેશનનો એક સરસ ફોટો શેર કર્યો છે.

બૉયફ્રેન્ડ સાથે આલિયા કશ્યપ
આલિયા કશ્યપ બૉયફ્રેન્ડના ખોળામાં જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ આલિયાએ ઘણા રોમેન્ટીક ફોટા પણ શેર કર્યા છે. એક ફોટામાં આલિયા કશ્યપની ખૂબ નજીક આવી રહ્યા છે શેન. આલિયા અને શેન બંને એકબીજાને એક વર્ષથી ડેટ કરી રહ્યા છે. પોતાના સંબંધને એક વર્ષ થવા પર પણ આલિયા કશ્યપે એક લાંબી નોટ લખી છે.

આલિયા અને શેનની મુલાકત ડેટિંગ એપ દ્વારા
આલિયા અને શેનની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી. આલિયાએ શેનને ડેટિંગ કરવા પર કહ્યુ હતુ કે પહેલો રિલેશન તૂટવા પર તે તૂટી ગઈ હતી પછી ડેટિંગ એપ પર તેની મુલાકાત શેન સાથે થઈ. શેન સાથે આલિયા આગળ વધવા નહોતી માંગતી પરંતુ સુહાના ખાનના સમજાવ્યા બાદ આલિયા કશ્યપે શેન અને પોતાના સંબંધની નવી શરૂઆત કરી.