અનુરાગ કશ્યપે કર્યુ હતુ બાળકનુ શોષણ? કંગનાએ વીડિયો શેર કરી લગાવ્યો આરોપ
છેલ્લા ઘણા સમયથી હિંદી ફિલ્મ સિનેમામાં ડ્રગ્ઝના કેસ બાબતે એક આંદોલન ચાલી રહ્યુ છે અને એક પછી એક ઘણા મામલા આના પર સામે આવી રહ્યા છે. ક્યાંક કોઈ સ્ટારનુ નામ આમાં સામે આવે છે તો ક્યાંક કોઈ ફિલ્મમેકર હુમલો કરી દે છે. આ ઉપરાંત નેપોટિઝમ માટે પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. વળી, અમુક સ્ટાર્સ દ્વારા યૌન શોષણના પણ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક કેસ અનુરાગ કશ્યપ અને પાયલ ઘોષ વિશે શરૂ થયો હતો. પરંતુ આ મામલે હવે કંગના રનોત સંપૂર્ણપણે અનુરાગ કશ્યપ પર હુમલાવર છે અને એક પછી એક ટ્વિટ કરતી રહે છે. હાલમાં અનુરાગ કશ્યપનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક છોકરા વિશે જણાવી રહ્યા છે. આ વીડિયોને કંગના રનોતે શેર કર્યો છે અને તેમના પર હુમલો કર્યો છે. તેનુ કહેવુ છે... સુશાંત સિંહ રાજપૂતને મારનારા સામે મે વાત કરી, મને જે ગેંગે આત્મહત્યા માટે મજબૂર કરી તેના વિશે પણ મે વાત કરી.

શોષણ કર્યુ છે
પરંતુ આવુ તે બીજા લોકો સાથે કેમ કરી રહ્યા છે. અનુરાગ સાંભળ, તે એક બાળકનુ શોષણ કર્યુ છે. આ લોકોને લાગે છે કે લોકોને દુઃખ પહોંચાડવુ જ આનો જવાબ છે. આ વીડિયોમાં અનુરાગ કશ્યપ કહી રહ્યા છે કે..સ્કૂલ ટાઈમમાં તેમે એક જૂનિયર બાળકને સાઈડમાં લઈ જઈને થપ્પડ મારી દીધી હતી.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો
જો કે બાદમાં તેને ગળે પણ લગાવ્યો અને રડવા લાગ્યા હતા. બાળક હેરાન હતુ કે આ શું થઈ રહ્યુ છે અને તેણે પોતાના મા-બાપને એક પત્ર લખ્યો હતો જેમાં બધી વાતો કહી હતી. આ વીડિયો સામે આવતા જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પાયલ ઘોષ મામલે કંગના પહેલેથી જ પાયલનુ સમર્થન કરી રહી છે.

મહારાષ્ટ્ર સરકાર અને બીએમસી
કંગના રનોત માટે કહેવાય છે કે સોશિયલ મીડિયા પર તે દરેક બાબતે બોલે છે અને હાલમાં જ તેનુ વાકયુદ્ધ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસી સાથે થઈ ગયુ હતુ. બીએમસીએ હાલમાં જ તેની ઑફિસમાં બુલડોઝર ચલાવી દીધુ હતુ જેના હાઈકોર્ટના આદેશ બાદ રોકી દેવામાં આવ્યુ હતુ.
I spoke about emotional vultures/suicide gang who killed SSR and tried to push me to kill myself, many asked but why they do this to others? Listen to Anurag he is explaining how he used to molest a kid, they are people who are hurting but they think hurting others is the answer. https://t.co/yQ4llst6aq
— Kangana Ranaut (@KanganaTeam) September 22, 2020
આ સંકેતોથી સમજી જાવ તમારા રિલેશનશિપમાં ઘટી રહ્યો છે પ્રેમ