For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુરાગની અગ્લી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરાયો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 મે : જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપે ટ્વિટર ઉપર માહિતી આપી છે કે ઇંટરનેટ ઉપર તેમની આગામી ફિલ્મ અગ્લીનું જે પોસ્ટર શૅર કરાયું છે, તે સાચું છે. ફિલ્મમાં રોનિત રૉય, તેજસ્વિની કોલ્હાપુરે, વિનીત કુમાર સિંહ, વિપિન શર્મા, પલ્લવી શારદા, સિદ્ધાંત કપર, અંશિકા શ્રીવાસ્તવ તથા ગિરીશ કુલકર્ણી લીડ રોલમાં છે.

ugly-anurag

અનુરાગ કશ્યપ હાલ પોતાની આવનાર ફિલ્મ બૉમ્બે ટૉકીઝ અંગે ચર્ચામાં છે. ચાર લઘુકથાઓના સમ્પુટ સમાન બૉમ્બે ટૉકીઝ ફિલ્મમાં એક લઘુકથા અનુરાગની પોતાની છે કે જે તેમણે જ દિગ્દર્શિત કરી છે.

અનુરાગની આગામી ફિલ્મ અગ્લી અંગે થોડાંક દિવસ તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ અંગે એટલું જ કહી શકે છે કે તે એક લાગણીશીલ ફિલ્મ છે. આ ફિલ્મ રોમાંચક હોવાની સાથે ખૂબ જ લાગણીશીલ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે કે જે પોતાના ભૂતકાળમાંજુએ છે અને અનુભવે છે કે તેનું કોઈ પણ સ્વપ્ન પૂર્ણ થયું નથી. પછી કંઇક એવું થાય છે કે જેથી તેને અનુભવાય છે કે તે અને તેની નૈતિકતા ખૂબ જ નબળી છે. ફિલ્મ આ જ વર્ષના મધ્યમાં રિલીઝ થશે.

English summary
Bollywood director Anurag Kashyap's movie Ugly new first look poster released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X