For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Treaser : બિહામણી લાગે છે અગ્લીની વાંકી નજર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 15 મે : જાણીતા દિગ્દર્શક અનુરાગ કશ્યપની અગ્લીની વાંકી નજર બિહામણી લાગે છે. ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થઈ ગયું છે. પચ્ચીસ મિનિટના આ ટ્રીઝરમાં એક કાર, પસાર થતી ટ્રેન તથા બિહામણી બિલાડીના દૃશ્યો દેખાય છે.

ugly

અનુરાગ કશ્યપે થોડાંક દિવસ અગાઉ જ તેમની આગામી ફિલ્મ અગ્લીનું પોસ્ટર રિલીઝ કર્યુ હતું અને હવે ફિલ્મનું ટ્રીઝર રિલીઝ થયું છે. ફિલ્મમાં રોનિત રૉય, તેજસ્વિની કોલ્હાપુરે, વિનીત કુમાર સિંહ, વિપિન શર્મા, પલ્લવી શારદા, સિદ્ધાંત કપર, અંશિકા શ્રીવાસ્તવ તથા ગિરીશ કુલકર્ણી લીડ રોલમાં છે.

અનુરાગની આગામી ફિલ્મ અગ્લી અંગે થોડાંક દિવસ તેમણે જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ અંગે એટલું જ કહી શકે છે કે તે એક લાગણીશીલ ફિલ્મ છે. આ ફિલ્મ રોમાંચક હોવાની સાથે ખૂબ જ લાગણીશીલ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા એક એવી વ્યક્તિની છે કે જે પોતાના ભૂતકાળમાં જુએ છે અને અનુભવે છે કે તેનું કોઈ પણ સ્વપ્ન પૂર્ણ થયું નથી. પછી કંઇક એવું થાય છે કે જેથી તેને અનુભવાય છે કે તે અને તેની નૈતિકતા ખૂબ જ નબળી છે. ફિલ્મ આ જ વર્ષના મધ્યમાં રિલીઝ થશે.

<center><center><iframe width="650" height="417" src="http://www.youtube.com/embed/uYkv_t9JYXA" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Bollywood director Anurag Kashyap's movie Ugly's treaser released.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X