For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુષ્કા શર્માએ બિકીની ફોટા શેર કરતા સોશિયલ મીડિયા પર આ રીતે ઉડી મજાક

અનુષ્કાએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં એક ફોટો શેર કર્યો છે કે જે સફેદ અને નારંગી રંગનો છે જેના માટે સોશિયલ મીડિયા પર જોરદાર મીમ બની રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે જેને ઘણા લોકોએ પસંદ કર્યો છે. ખુદ અનુષ્કાના પતિ અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ફોટા પર પ્રેમની સ્માઈલી શેર કરી છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે છે. બંને પોતાના ફોટાના કારણે મીડિયામાં છવાયેલા છે. અનુષ્કાએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં એક ફોટો શેર કર્યો છે કે જે સફેદ અને નારંગી રંગનો છે જેના માટે સોશિયલ મીડિયા પર જોરદાર મીમ બની રહ્યા છે.

દરેક જગ્યાએ છે અનુષ્કા

દરેક જગ્યાએ છે અનુષ્કા

અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે બિકીની પહેરેલી જોવા મળી રહી છે. ફોટામાં અનુષ્કા બીચના કિનારે બેઠી છે. ફોટો શેર કરતા અનુષ્કાએ કેપ્શન લખ્યુ છે, ‘સન કિસ્ડ એન્ડ બ્લેસ્ડ.' ફોટો શેર કરતા જ વાયરલ થઈ ગયો. અનુષ્કાના ફેન્સ તેના ફોટાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે પરંતુ સૌથી મઝાની કમેન્ટ અનુષ્કાના પતિ વિરાટ કોહલીની આવી છે. તેમને પણ પોતાની જીવનસંગીનીનો આ ફોટો ખૂબ પસંદ આવ્યો છે. તેમણે પણ ઈમોજી દ્વારા કમેન્ટ કરી અને ફોટાની પ્રશંસા કરી છે.

સીરિયલ સાથે તુલના

અનુષ્કાના ફોટા પર મીમ બનાવનાર લોકોએ આમાં પ્રિયંકા ચોપડાનો પણ ફોટો શેર કર્યો છે. એક યુઝરે લખ્યુ છે કે અનુષ્કા સ્ટાર પ્લસમાં, બીજો ફોટો અસલ જિંદગીનો. એટલુ જ નહિ એક યુઝરે અનુષ્કાનો ફોટો શેર કર્યો છે જેમાં તેણે લખ્યુ છે કે અનુષ્કા દરેક જગ્યાએ છે. આ ફોટાને અલગ અલગ રીતે એડીટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ‘ગુજરાતના IAS દહિયા મારી બાળકીના પિતા છે', સાબિત કરવા DNA ટેસ્ટ કરાવવા ઈચ્છે છે મહિલાઆ પણ વાંચોઃ ‘ગુજરાતના IAS દહિયા મારી બાળકીના પિતા છે', સાબિત કરવા DNA ટેસ્ટ કરાવવા ઈચ્છે છે મહિલા

વીએલસી પ્લેયર સાથે તુલના

એક યુઝરે અનુષ્કાનો ફોટો રસ્તા પર બનેલા ઝીબ્રા ક્રોસિંગ પર રખાતા કોનની બાજુમાં એડિટ કરીને મીમ બનાવ્યુ છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ છે કે આ છે જૂનુ વીએલસી વર્ઝન. બીજો ફોટો છે અપડેટેડ વીએલસી પ્લેયર.

લાખો લોકોએ કર્યો લાઈક

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માના આ ફોટો પર 24 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે અને ફોટો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ વર્ષ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ વર્ષ 2018માં તેને છેલ્લી વાર ફિલ્મોમાં જોવામાં આવી હતી. શાહરુખ ખાનની ફિલ્મ ‘ઝીરો'માં તેણે નાસા વૈજ્ઞાનિકની ભૂમિકા નિભાવી હતી. ત્યારબાદથી તેણે કોઈ ફિલ્મ સાઈન કરી નથી અને ના તો એવા કોઈ સમાચાર છે કે તે કોઈ ફિલ્મમાં કામ કરી રહી છે.

English summary
Anushka Sharma shares her pic in bikini trolls flooded with memes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X