પ્રેગ્નેન્સીમાં અનુષ્કા શર્માએ મેગેઝીન માટે કરાવ્યુ ફોટોશૂટ, લોકોએ આ રીતે કરી ટ્રોલ
સૌ કોઈ જાણે છે કે હાલમાં હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી અનુષ્કા શર્મા પ્રેગ્નેન્ટ છે અને ઘણીવાર પોતાના બેબી બંપને બતાવતી જોવા મળી રહી છે. પ્રેગ્નેન્સી બાદ તે સતત ચર્ચામાં છે અને જોવામાં આવ્યુ છે કે તે સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના ફોટા શેર કરતી રહે છે. અનુષ્કા શર્માએ હાલમાં જ એક મેગેઝીન માટે પણ ફોટોશૂટ કરાવ્યુ હતુ કે જે વાયરલ થઈ રહ્યુ છે. જો કે આ ફોટોશૂટ બાદ કંઈક એવુ થયુ કે જે ખુદ અનુષ્કા શર્માએ પણ વિચાર્યુ નહિ હોય. ઉલ્લેખનીય છે કે તે આ ફોટોશૂટમાં બેબી બંપ ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે જેના પર અમુક યુઝર્સે ટીપ્પણી કરી છે. એક યુઝરનુ કહેવુ હતુ કે શું પ્રેગ્નેન્સી દરમિયાન આવુ ફોટોશૂટ કરાવવુ જરૂરી છે. આ ઉપરાંત એક યુઝરે લખ્યુ કે, આ સંપૂર્ણપણે ખોટુ છે જો ભારતીય પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યે સમ્માન ન હોય.

યુઝરે કહ્યુ
'કોઈ પણ વ્યક્તિને આ રીત કહેવુ ખોટુ છે પરંતુ હું જાણવાની કોશિશ કરી રહ્યો છુ કે શું આ બધુ જરૂરી છે.'

રિએક્ટ નથી કર્યુ
જો કે આ બધી કમેન્ટ્સ પર અનુષ્કા શર્માએ કોઈ રીતે રિએક્ટ નથી કર્યુ અને ના યુઝર્સના સવાલોના જવાબ આપ્યા છે.
લગ્નના બંધનમાં બંધાઈ
વિરાટ કોહલી સાથે લગ્નના બંધાયેલી અનુષ્કા શર્મા ઘણી વાર પતિ સાથે વેકેશન માણતી જોવા મળી છે.