Pics: અનુષ્કા શેટ્ટીના જન્મદિવસ પર જુઓ તેનો ગ્લેમરસ અંદાજ
અભિનેત્રી અનુષ્કા શેટ્ટી આજે પોતાનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. બાહુબલી ફેમ અનુષ્કા શેટ્ટી અસલ જિંદગીમાં ઘણી ફેમસ છે. જેને કરોડો ફેન્સ છે. બાહુબલી 2ની લીડ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે જેના ઢગલો ફોટા વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પર અનુષ્કા શેટ્ટીના ઢગલો ફેન પેજ છે અને લાખો યુઝર્સ તેના ફોટો વીડિયો શેર કરે છે. બર્થડે પર તે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. અનુષ્કા શેટ્ટી જેટલી સુંદર ફિલ્મોમાં દેખાય છે તેનાથી ઘણી વધુ ફોટામાં સુંદર દેખાય છે. આવો અનુષ્કા શેટ્ટીના જન્મદિવસ પર બતાવીએ તેના બોલ્ડ અને હૉટ ફોટા.

સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રી
કરિયરની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટીએ તમિલ અને તેલુગુમાં ઢગલો ફિલ્મોમાં કામ કર્યુ છે. આના માટે તેને નંનદી અવૉર્ડથી લઈને તમિલનાડુ રાજ્ય ફિલ્મ અવૉર્ડ્ઝ સુધી ઘણા મોટા સમ્માન મળી ચૂક્યા છે. તે સાઉથ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે.

ડેબ્યુ
અનુષ્કા શેટ્ટીએ વર્ષ 2005માં તેલુગુ ફિલ્મ સુપરથી ફિલ્મ જગતમાં પગ મૂક્યો. આ ફિલ્મ માટે તેને બેસ્ટ સપોર્ટીંગ અભિનેત્રીનો અવોર્ડ પણ મળ્યો હતો.

બાહુબલી પહેલા કરી આ ફિલ્મ
એસ એસ રાજામૌલિ સાથે બાહુબલી પહેલા કરી હતી આ ફિલ્મ
બાહુબલી જેવી જબરદસ્ત ફિલ્મ બનાવનાર એસ એસ રાજામૌલિ સાથે અનુષ્કા શેટ્ટીએ Vikramarkudu ફિલ્મ કરી હતી. જેણે જબરદસ્ત બિઝનેસ કર્યો અને અનુષ્કાને ખૂબ જ લોકપ્રિયતા મળી.

લેટેસ્ટ ફિલ્મ
બાહુબલીની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટીની લેટેસ્ટ ફિલ્મ નિશબ્દમ છે જેની ખૂબ જ પ્રશંસા થઈ. દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે.
મેલેરિયાથી કૃતિની થઈ આવી હાલત, ફેન્સને કરી અપીલ