• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનુષ્કા શેટ્ટીના અનસીન ફોટાએ ઈન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ, લૉકડાઉનમાં કેવી થઈ ગઈ બાહુબલી ફેમ અભિનેત્રી

|

મુંબઈઃ જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટી દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો મોટો ચહેરો છે. બાહુબલી જેવી ફિલ્મોએ તેને વિદેશમાં પણ લોકપ્રિય બનાવી દીધી છે. અનુષ્કા શેટ્ટી પોતાની ફિલ્મોની સાથે-સાથે અંગત જિંદગી માટે પણ ઘણી ચર્ચામાં આવી છે. આ વખતે એક ફોટા માટે અનુષ્કા સોશિયલ મીડિયા પર યુઝર્સનુ ધ્યાન ખેંચી રહી છે. તેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એકદમ અલગ લાગી રહી છે અને તેનુ વજન પણ ખૂબ વધી ગયુ છે.

લૉકડાઉનનો કહેવાઈ રહ્યો છે આ ફોટો

લૉકડાઉનનો કહેવાઈ રહ્યો છે આ ફોટો

અનુષ્કા શેટ્ટી આ ફોટામાં ગરમ કપડામાં દેખાઈ રહી છે અને સ્મિત કરતો ફોટો આપી રહી છે. આ ફોટો ક્યારનો છે તે ચોક્કસ કહી ન શકાય. કહેવામાં આવી રહ્યુ છે કે આ ફોટો ગયા શિયાળાનો છે. કોરોનાના કારણે ઘણા સમયથી ફિલ્મોનુ શૂટિંગ ખૂબ જ ઓછુ થઈ રહ્યુ છે. લૉકડાઉનના કારણે અનુષ્કા બેંગલુરુમાં પરિવાર સાથે છે. એવામાં ઘરમાં રહીને તેનુ વજન વધી ગયુ છે.

ફેન્સ કરી રહ્યા છે કમેન્ટ

ફેન્સ કરી રહ્યા છે કમેન્ટ

અનુષ્કાના આ ફોટા પર સોશિયલ મીડિયા યુઝર્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સનુ કહેવુ છે કે લૉકડાઉનમાં અનુષ્કા શેટ્ટીનુ વજન ઘણુ વધી ગયુ છે. ઘણા યુઝર્સે કહ્યુ કે જે રીતે અનુષ્કા ખુદને ફિલ્મ માટે ઢાળી લે છે તે કમાલ છે. વળી, ઘણા યુઝર્સ તેને એક્સરસાઈઝ કરવાની પણ સલાહ આપી રહ્યા છે.

શિક્ષણ મંત્રીઓની બધા રાજ્યોના શિક્ષણ સચિવો સાથે મહત્વની બેઠકશિક્ષણ મંત્રીઓની બધા રાજ્યોના શિક્ષણ સચિવો સાથે મહત્વની બેઠક

15 વર્ષથી છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનુષ્કા

15 વર્ષથી છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનુષ્કા

અનુષ્કા શેટ્ટી 15 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને મુખ્ય અભિનેત્રીઓમાં શામેલ છે. 2005માં અનુષ્કા શેટ્ટીએ તેલુગુ ફિલ્મ સુપરથી ફિલ્મ જગતમાં પગ મૂક્યો હતો. આના માટે તેને બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો. અનુષ્કાએ બાહુબલી સિવાય લક્ષ્યમ, સૂર્યમ, ચિંતાકાયાલા રવિ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. તે છેલ્લી વાર ગયા વર્ષે આર માધવન સાથે ફિલ્મ નિશબ્દમમાં જોવા મળી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ હતી.

English summary
Anushka Shetty unseen photo viral, fan says physical transformation journey is amazing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X