એસકેએસઈ : વિદ્યા તો ઠીક, ફરહાન પણ થયાં પ્રેગ્નેંટ!!?
મુંબઈ, 16 જાન્યુઆરી : બૉલીવુડના જાણીતા અભિનેત્રી વિદ્યા બાલનની મોસ્ટ અવેટેડ ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સનું નવું પોસ્ટર લૉન્ચ થયું છે કે જેમાં બૉલીવુડ અભિનેતા ફરહાન અખ્તર અને વિદ્યા બાલન પ્રેગ્નેંટ નજરે પડે છે.
પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં ફરહાન અખ્તર અને વિદ્યા બાલન ક્રમશઃ સિડ યાની તથા તૃષા યાનીનું પાત્ર ભજવી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર જોઈ એટલું તો સમજાય જ છે કે ફિલ્મ ખૂબ મનોરંજક હશે. ફિલ્મમાં ફરહાન અખ્તર એક પરેશાન પતિ જેવા લાગે છે.
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ એક પરિણીત યુગલની વાર્તા છે કે જે પતિ, પત્ની ઔર વોની જેમ છે. એટલે કે લગ્ન બાદ એક બાળક થતા બંને વચ્ચે પરસ્પરનો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો છે. એટલું જ નહીં, ફિલ્મમાં એમ પણ દર્શાવાયું છે કે હૅપ્પી મૅરેડ લાઇફ માટે નાના-મોટા જૂઠ બોલવા પડે છે. આ ફિલ્મ આગામી 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.
ચાલો કરાવીએ શાદી કે સાઇડ ઇફેક્ટ્સની તસવીરી સફર :

વિદ્યા-ફરહાન પ્રેગ્નેંટ
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મના નવા પોસ્ટરમાં વિદ્યા બાલન તો ઠીક, પણ ફરહાન અખ્તર પણ પ્રેગ્નેંટ નજરે પડે છે.

સિડ-તૃષા
પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ શાદી કે સાઇડ ઇફેક્ટ્સમાં ફરહાન અખ્તર અને વિદ્યા બાલન ક્રમશઃ સિડ યાની તથા તૃષા યાનીનું પાત્ર ભજવી રહ્યાં છે.

મનોરંજક ફિલ્મ
ફિલ્મનું ટ્રેલર જોઈ એટલું તો સમજાય જ છે કે ફિલ્મ ખૂબ મનોરંજક હશે.

પરેશાન પતિ
ફિલ્મમાં ફરહાન અખ્તર એક પરેશાન પતિ જેવા લાગે છે.

પરિણીત યુગલની વાર્તા
શાદી કે સાઇડ ઇફેક્ટ્સ એક પરિણીત યુગલની વાર્તા છે કે જે પતિ, પત્ની ઔર વોની જેમ છે.

પ્રેમ ખોવાયો
લગ્ન બાદ એક બાળક થતા સિડ-તૃષા વચ્ચે પરસ્પરનો પ્રેમ ક્યાંક ખોવાઈ ગયો છે.

જૂટ્ઠુ બોલવું પડે...
ફિલ્મમાં એમ પણ દર્શાવાયું છે કે હૅપ્પી મૅરેડ લાઇફ માટે નાના-મોટા જૂઠ બોલવા પડે છે.