• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: મલાઈકા સાથે ફ્લર્ટ કરી રહેલા એવૉર્ડ શોના હોસ્ટ પર ભડકેલા અર્જૂન કપૂરે કહી આ વાત

|

મેલબર્નના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન મલાઈકા અરોરા સાથે એવૉર્ડ શોના હોસ્ટ કરણ ટેંકર ફ્લર્ટ કરી રહ્યા હતા ત્યારે અર્જૂન કપૂરે કરણ પાસેથી માઈક લઈ લીધુ અને તેમને કહ્યુ કે એ જે પાછળ સુંદર મહિલા બેઠી છે તેમની સાથે ફ્લર્ટ કરો. મલાઈકા અને અર્જૂનનો આ ખૂબ જ ક્યુટ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંનેના લગ્નની અટકળો ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

જુઓ વીડિયો

પરંતુ એક ઈન્ટરવ્યુમાં અર્જૂન કપૂરનું કહેવુ હતુ કે હાલમાં તે પાણીપતનુ શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે અર્જૂનને મુંડન કરાવવુ પડ્યુ હતુ અને અર્જૂનનું કહેવુ છે કે એ આ લુકમાં તો હું વરરાજા બિલકુલ નહિ બનવા ઈચ્છુ. જુઓ મલાઈકા-અર્જૂનનો આ વીડિયો...

લગ્નની આતુરતાથી રાહ

લગ્નની આતુરતાથી રાહ

સમાચારો અહીં સુધી હતા કે 20 એપ્રિલના રોજ અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ચર્ચમાં એક સાદા સમારંભમાં વીંટી બદલીને એકબીજાને પતિ-પત્ની તરીકે સ્વીકાર કરવાના છે. ત્યારબાદ મલાઈકા અરોરાની દોસ્તો સાથે રજાઓની અફવાઓએ તેને વધુ મજબૂત કરી દીધુ. પરંતુ આ બધી અફવાઓ, અફવાઓ જ રહી ગઈ. હવે ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે છેવટે અર્જૂન અને મલાઈકા લગ્ન ક્યારે કરશે. આમ પણ અર્જૂન કપૂરની દાદી તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહી છે.

પહેર્યુ હતુ પેંડન્ટ

પહેર્યુ હતુ પેંડન્ટ

મલાઈકા અરોરાએ AMનું એક પેંડન્ટ પહેરીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર નાખ્યુ હતુ. બધાએ આનો અર્થ અર્જૂન મલાઈકા કાઢ્યો પરંતુ મલાઈકાએ સ્પષ્ટ કર્યુ કે તેનો અર્થ છે મલાઈકા અરોરા.

ગ્રુપમાં શામેલ અર્જૂન કપૂર

ગ્રુપમાં શામેલ અર્જૂન કપૂર

અર્જૂન કપૂર હવે મલાઈકા અરોરા ખાનના ગ્રુપમાં શામેલ થઈ ચૂક્યા છે. આ પ્રસંગે તેમણે પાર્ટી પણ આપી હતી.

લંચ ડેટ

લંચ ડેટ

વળી,મલાઈકા અરોરાનો પુત્ર અરહાન પણ અર્જૂન સાથે ઘણો હળીમળી ગયો છે. મલાઈકા અર્જૂન અને અરહાન એક સાથે લંચ ડેટ પર પણ સાથે જોવા મળ્યા હતા.

ઘણા સમયથી છે સાથે

ઘણા સમયથી છે સાથે

અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા ઘણા સમયથી એકસાથે છે. આ વાત ત્યારથી બહાર છે જ્યારે અરબાઝ ખાન સાથે ઝઘડા બાદ મલાઈકા અલગ રહેતી હતી અને તેના ઘરેથી અડધી રાતે અર્જૂન કપૂર નીકળ્યા હતા. કેમેરાને જોતા જ અર્જૂને મોઢુ છૂપાવી દીધુ હતુ.

સાથે આવ્યા પહેલી વાર

સાથે આવ્યા પહેલી વાર

અર્જૂન અને મલાઈકા એક સાથે બેધડક એક ફેશન શો માટે આવ્યા. ત્યારબાદ બંને બેધડક સાથે દેખાવા લાગ્યા. હવે તો બંનેએ બસ પોતાના સંબંધો પર મ્હોર લગાવવાની બાકી છે.

સાથે કરી ટ્રિપ

સાથે કરી ટ્રિપ

મલાઈકા અરોરાના જન્મદિવસ પર અર્જૂન અને મલાઈકા એક સાથે ટ્રિપ પર ગયા હતા અને ત્યારબાદ બંને એકસાથે હોવાના સમાચારોએ જોર પકડી લીધુ. બાદમાં કરણ જોહરે આ વિશે હિંટ આપવાનું શરૂ કરી દીધુ.

લગ્નની તૈયારી

લગ્નની તૈયારી

માનવામાં આવી રહ્યુ હતુ કે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે અને મહેમાનોની યાદી પણ તૈયાર છે. જો કે આ લગ્ન એકદમ સાદગીથી એક ચર્ચમાં થવાના હતા પરંતુ બધી વાતો અફવાઓ નીકળી.

સલમાને કર્યા હતા ઈગ્નોર

સલમાને કર્યા હતા ઈગ્નોર

સલમાન ખાન અર્જૂન કપૂરથી કેટલા નારાજ છે એનો સીધો જવાબ મળ્યો હતો સોનમ કપૂરના લગ્નના રિસેપ્શન પર જ્યાં સલમાન ખાન બોની કપૂરના ગળે મળ્યા અને અર્જૂન કપૂરને મીડિયાની સામે જ ઈગ્નોર કરીને આગળ વધી ગયા.

અર્પિતાને કરતા હતા ડેટ

અર્પિતાને કરતા હતા ડેટ

અર્જૂન કપૂર સલમાન ખાનની બહેન, અર્પિતાને ડેટ કરી રહ્યા હતા. તેમના બ્રેક અપ બાદ તે મલાઈકાની નજીક આવ્યા અને આ બાબતે અર્જૂ અને મલાઈકા બંનેને વૉર્નિંગ આપવામાં આવી હતી.

દિલ તો દિલ છે

દિલ તો દિલ છે

હાલમાં જ અર્જૂન કપૂરે મલાઈકાનો એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો. આ ફોટામાં મલાઈકા અરોરા બેઠી છે અને તેમણે તેણે દિલના આકારની વસ્તુ પકડી છે જેને શેર કરીને અર્જૂન કપૂરે લખ્યુ છે કે મારુ દિલ તેની પાસે છે.

આ પણ વાંચોઃ અક્ષય કુમારની ફિલ્મ પેડમેનને મળ્યો નેશનલ એવૉર્ડ

English summary
Arjun Kapoor stops IFFM award host to flirt with Malaika Arora, suggests a better prospect to flirt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X