આર્યા 2 અભિનેત્રી સુસ્મિતા સેનનો ખુલાસો - 15 વર્ષના કિશોરે ભીડમાં કરી ગંદી હરકત, લીધુ આ પગલુ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનની વેબ સીરિઝ આર્યા 2 રિલીઝ થઈ ચૂકી છે. આર્યા 2 સીરિઝને સુષ્મિતા સેનની કરિયરનો સૌથી દમદાર પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. સુષ્મિતા સેન પોતાના અંગત જીવનથી લઈને પ્રોફેશનલ દુનિયા સુધી પ્રભાવશાળી મહિલા રહી છે. સાથે જ ઘણી મહિલાઓ માટે પ્રેરણા રહી છે. હાલમાં જ સુષ્મિતા સેને લાઈવ સેશન દરમિયાન એ જણાવ્યુ કે તે પોતાની તબિયત પર ધ્યાન આપી રહી છે. સુષ્મિતા સેને જણાવ્યુ કે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન હું સંપૂર્ણપણે પોતાની તબિયત પર ધ્યાન આપી રહી હતી. આ દરમિયાન સુષ્મિતા સેનનો એક જૂનો ઈન્ટવ્યુ વાયરલ થઈ રહ્યો છે જ્યાં તેણે જણાવ્યુ હતુ કે કેવી રીતે 15 વર્ષના એક કિશોરે તેની સાથે ભીડ વચ્ચે ગંદી હરકત કરવાની કોશિશ કરી હતી.

10 બૉડીગાર્ડ હોવા છતાં ખરાબ અનુભવોનો સામનો
સુષ્મિતા સેને આ કિસ્સો શેર કરીને કહ્યુ હતુ કે લોકોને લાગે છે કે સેલિબ્રિટી સાથે બૉડીગાર્ડ રહે છે તો તેમની સાથે કોઈ પણ ખરાબ હરકત ન કરી શકે. અમારે પણ એ ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે. અમારી પાસે 10 બૉડીગાર્ડ હોય છે તેમ છતાં 100થી વધુ લોકો વચ્ચે ખરાબ અનુભવોનો સામનો કરવો પડે છે.

15 વર્ષના કિશોરે મારી સાથે કરી ગંદી હરકત - સુષ્મિતા સેન
સુષ્મિતા સેને આગળ કહ્યુ કે હું એ વાતનો તમાશો બનાવુ તો જિંદગી ખરાબ થઈ જશે. 15 વર્ષના છોકરાએ મારી સાથે ગંદી હરકત કરી. એ છોકરાને લાગ્યુ કે ભીડ વધારે છે માટે મને ખબર નહિ પડે પરંતુ તે ખોટો હતો. મે મારી પાછળથી એનો હાથ પકડી લીધો. હું એ જોઈને ચોંકી ગઈ કે તે હજુ માત્ર 15 વર્ષનો છે. મે એ છોકરાની ગરદન પકડી અને તેને પોતાની સાથે લઈ ગઈ.

સુષ્મિતા સેને આ રીતે ભણાવ્યો પાઠ
સુષ્મિતા સેને એ પણ જણાવ્યુ કે મે તેની સામે કોઈ એક્શન ના લીધા. હું સમજુ છુ કે એ બાળકને ખબર નથી કે આ પ્રકારની હરકત એ ગુનો છે, કોઈ પ્રકારનુ એન્ટરટેઈનમેન્ટ નથી. સુષ્મિતા સેને જણાવ્યુ કે એ છોકરાએ કહ્યુ કે આગળ ક્યારેય પણ આવુ નહિ થાય. મે એનેકહ્યુ કે મે તારે ચહેરો જોઈ લીધો છે. આવુ ક્યારેય ન થવુ જોઈએ.

સુષ્મિતા સેનની સર્જરી
ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેને હાલમાં જ જણાવ્યુ છે કે તેની સર્જરી થઈ છે. હું ખુદને સારુ કરવા અને જિંદગીના 15થી 20 વર્ષ માટે તૈયાર કરી રહી હતી. સુષ્મિતા સેને કહ્યુ કે તે સમય આવવા પર આ અંગે વાત કરશે. હાલમાં આર્યા 2 રિલીઝ થઈ ગઈ છે. આર્યા 2ના રિવ્યુમાં સુષ્મિતા સેનના કામની ખૂબ પ્રશંસા થઈ છે.