For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશા ભોંસલેના પુત્રી વર્ષાનો અંતિમ સંસ્કાર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 ઑક્ટોબર : સુપ્રસિદ્ધ પાર્શ્વ ગાયિકા આશા ભોંસલેના પુત્રી વર્ષા ભોંસલેએ સોમવારે બપોરે રિવૉલ્વરથી પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો હતો. મંગળવારે તેમનો અંતિમ સંસ્કાર કરી દેવાયો. પોલીસ આ આત્મહત્યાના રહસ્ય ઉપરથી પડદો ઉપાડવાની કોશિશ કરી રહી છે. આશાના સૌથી નાના પુત્ર આનંદનું નિવેદન નોંધવા માટે પોલીસ તેમનો વિદેશથી પરત ફરવાનો ઇંતેજાર કરી રહી છે.

વર્ષાએ જે રિવૉલ્વર દ્વારા ગોળી મારી હતી તે તેના ભાઈ આનંદના નામે નોંધાયેલી છે. પોલીસ આ બાબતની પણ તપાસ કરશે કે આનંદની રિવૉલ્વર વર્ષા પાસે કેવી રીતે આવી. આ મુદ્દે આનંદની પૂછપરછ પણ કરાઈ શકે છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ વર્ષાનો અંતિમ સંસ્કાર વહેલી સવારે 3થી 4 વાગ્યાની વચ્ચે મરીન લાઇન્સ ખાતે આવેલ ચંદનવાડી શ્મશાન ઘાટમાં કરવામાં આવ્યો.

મરાઠી આંતર્રાષ્ટ્રીય ફિલ્મ તથા થિયેટર એવૉર્ડમાં ભાગ લેવા ગયેલાં આશા સોમવારે મોડી રાત્રે પરત ફર્યાં. કહેવાય છે કે 56 વર્ષીય તલાકશુદા વર્ષા લાંબા સમયથી ડિપ્રેશનમાં હતાં. વર્ષ 2008-10માં પણ તેમણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આશા અને તમના પ્રથમ પતિ ગણપતરાવ ભોંસલેના ત્રણ સંતાનોમાં વર્ષા બીજા નંબરનું સંતાન હતાં.

વર્ષાના લગ્ન સ્પોર્ટ્સ પત્રકાર તેમજ જાહેરાત જગત સાથે જોડાયેલ હેમંત કૈંકરે સાથે થયા હતાં, પરંતુ તેમનું વૈવાહિક જીવન લાંબુ ન ટકી શક્યું. વર્ષા રાજકારણ શાસ્ત્રના વિદ્યાર્થિની હતાં અને તેમણે ઘણી પત્ર-પત્રિકાઓમાં સ્વતંત્ર લેખનનું કાર્ય કર્યુ હતું. તેઓ પ્લે બૅક સિંગર પણ હતાં, પરંતુ ગાયન ક્ષેત્રે વધુ ઓળખણા ઊભી ન કરી શક્યાં. આશાના ત્રણ સંતાનોમાં હેમંત ભોંસલે સૌથી મોટા, પછી વર્ષા અને સૌથી નાના આનંદ ભોંસલે છે.

English summary
Asha Bhosle’s daughter Varsha Bhosle committed suicide in Mumbai after shooting herself on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X