For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુત્ર હેમંત ભોંસલેએ પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ઑક્ટોબર : પ્રસિધ્ધ ગાયિકા આશા ભોંસલેના પુત્રી વર્ષા ભોંસલેએ આજે બપોરે 12 વાગ્યે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસને ઘટનાસ્થળે એક સુસાઇડ નોટ મળી છે કે જેમાં લખ્યું છે કે બેહદ પરેશાન હોવાના કારણે વર્ષાએ પોતાને ગોળીએ વીંધી નાંખી. હાલ તો પોલીસે લાશ પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી છે અને તપાસ ચાલી રહી છે.

આશા ભોંસલેને પ્રથમ પતિ ગણપત ભોંસલેથી ત્રણ બાળકો હેમંત, વર્ષા અને આનંદ ભોંસલે થયા હતાં. વર્ષા અગાઉ આશાના મોટા પુત્ર હેમંતના પરીણિત જીવનમાં પણ ભુકમ્પ સર્જાયો હતો. વાત 2010ની છે કે જ્યારે હેમંતના પત્ની સાજિદા ઉર્ફે રમા ભોંસલેએ હેમંત વિરુદ્ધ દહેજ પ્રતાડનાનો આરોપ લગાવ્યો હતો અને છુટાછેડાની માંગણી કરી હતી. એર ઇન્ડિયાના રિટાયર્ડ એર હોસ્ટેસ સાજિદાએ હેમંત સાથે લગ્ન માટે હિન્દુ ધર્મ અપનાવ્યુ હતું અને વર્ષ 1985થી જ તેઓ જુદાં રહેતા હતાં, પરંતુ છુટાછેડાની માંગણી તેમણે 2010માં કરી હતી. તેને પગલે હેમંત પણ માનસિક તાણ અનુભવવા લાગ્યાં અને કહેવાય છે કે તેમણે પણ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેઓ નિષ્ફળ રહ્યા હતાં.

તે વખતે પણ એવાં સમાચારો હેડલાઇન્સ બન્યા હતાં, પરંતુ આશાએ ક્યારેય આ મુદ્દે વાત ન કરી. ફરી એક વાર આશાનો પરિવાર સવાલોના ઘેરામાં છે. જોઇએ દરેક વખતની જેમ આ વખતે પણ આશા મૌન રહે છે કે પછી સવાલના જવાબ આપે છે.

English summary
Asha Bhosle’s daughter Varsha Bhosle committed suicide in Mumbai after shooting herself on Monday.In 2010 Asha Bhosale's daughter-in-law moves family court for divorce so her son Hemant Had attempted suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X