• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મ્યુઝિકલ ટ્રીટ હશે આશિકી 2 પણ : અમિત સુરી

|

મુંબઈ, 9 જાન્યુઆરી : 1990માં આવેલ મહેશ ભટ્ટની મ્યુઝિકલ હિટ ફિલ્મ આશિકીની સિક્વલ આશિકી 2 આ વર્ષે રિલીઝ થશે. ફિલ્મના દિગ્દર્શક છે મોહિત સુરી અને સાથે જ તેના સંગીત દિગ્દર્શક છે અંકિત તિવારી. ગીતોના કમ્પોઝર છે ગાંગુલી, મિથુન અને અંકિત તિવારી. દિગ્દર્શક અમિત સુરીનું કહેવું છે કે આશિકી 2નું સંગીત પણ આશિકીની જેમ જ હિટ રહેશે અને લોકોને ખૂબ ગમશે.

મોહિત સુરીએ જણાવ્યું કે આશિકી 2 ફિલ્મના ગીતોનું સંગીત નિર્માણ સામ્પ્રત સંગીતને ધ્યાનમાં રાખી કરાયું છે, પરંતુ તેમાં આશિકી ફિલ્મના ગીતોની ઝલક પણ જોવા મળશે. આશિકી ફિલ્મમાં 11 ગીતો હતાં અને આશિકી 2માં પૂરા 10 ગીતો હશે.

વનઇન્ડિયાએ ગીતકાર સંદીપ નાથ સાથે વાચતીત કરી અને સવાલ કર્યો કે શું આશિકી 2ના ગીતો પણ આશિકીના મ્યુઝિકલ ઇતિહાસને દોહરાવી શકશે? સંદીપ નાથે જણાવ્યું - આ ભટ્ટ કૅમ્પની ફિલ્મ છે કે જેમનો એક મ્યુઝિકલ ઇતિહાસ રહ્યો છે. સાથે જ ટી સિરીઝ કમ્પની પણ તેનાથી જોડાયેલી છે કે જે ગીતો ત્યારે સિલેક્ટ કરે છે કે જ્યારે ગીત બિલ્કુલ લીકથી હટીને હોય, તો ગીતોનું બહેતરીન હોવું સ્વાભાવિક છે. ગીતો પણ એક્સ્ટ્રા ઑર્ડિનરી છે અને ધુનો પણ. સરવાળે આશિકી 2 ફિલ્મ લોકોમ માટે મ્યુઝિકલ ટ્રીટ હશે.

આશિકી 2 ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં નિભાવશે. આશિકીમાં રાહુલ રૉય તથા અનુ અગ્રવાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસે તો કંઈ ખાસ ચાલી નહોતી, પરંતુ સંગીતે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી હતી. આજે પણ આ ફિલ્મના ગીતો લોકોને કંઠસ્થ છે.

English summary
Ashiqui 2 director Mohit Suri says that Ashiqui 2 songs resemble songs of Ashiqui. He said that though Ashiqui 2 songs are according to current time but still they contain the original flavor. This movie will again be the musical treat for everyone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X