
બોલિવૂડના જાણીતા ખલનાયક આશિષ વિદ્યાર્થીએ સુરતની ફેમસ ડીશનો ચાખ્યો સ્વાદ, આપી આ પ્રતિક્રીયા
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર આશિષ વિદ્યાર્થી આજકાલ દેશની પ્રખ્યાત વાનગીઓનો સ્વાદ લઈ રહ્યા છે અને પોતાના ચાહકોને કેટલીક નવી જગ્યાઓ વિશે પણ જણાવી રહ્યા છે. વાસ્તવમાં અમે આ નથી કહી રહ્યા, પરંતુ તેમની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી સમજી શકાય છે. ગુરુવારે, આશિષે કૂ એપના તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક વિડીયો શેર કર્યો, જેમાં તે ગુજરાતના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો ખાતા અને વખાણ કરતા જોવા મળે છે. આશિષે વિડીયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, "આજ પહેલા આવું નથી કર્યું, જાની ફરસાણ, સુરત, ગુજરાતમાં સ્વાદિષ્ટ નાસ્તો".
લોચો એ ગુજરાતની એક પ્રખ્યાત વાનગી છે, જેને સવાર, બપોર કે સાંજે ગમે ત્યારે નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તે સામાન્ય રીતે ઓછા તેલ, બાફીને બનાવેલ, મસાલેદાર દેશી ચટણી, મરચું અને સેવ સાથે પીરસવામાં આવે છે. આ ગુજરાતી પરંપરાગત સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો તરીકે ઓળખાય છે.
Never had this LOCHA before 😍🤤 Delicious Breakfast at Jani Farsan, #Surat #Gujarat #locha #foodreel #gujaratifood #khaman #dhokla
— Ashish Vidyarthi (@AshishVid) June 23, 2022
🔗👉🏻 https://t.co/crvpwqmxO2 pic.twitter.com/bIe5FPMWZv
ઉલ્લેખનિય છે કે, આશિષ 11 અલગ-અલગ ભાષાઓમાં કામ કરવા માટે જાણીતા છે. તેમાં હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ, તેલુગુ, બંગાળી, અંગ્રેજી, ઓડિયા, મરાઠી સિનેમાની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સાથે જ તેમણે ટીવી સીરિયલ 'હમ પંછી એક ડાલ કે' માં પણ કામ કર્યું હતું. 1995માં, વિદ્યાર્થીને દ્રોહ કાલ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો છે.
Koo AppNever had this LOCHA before 😍🤤 Delicious Breakfast at Jani Farsan, Surat, Gujarat #surat #gujarat #locha #khaman #papdi #idra #reelkarofeelkaro #reelitfeelit #reelinstagram #reels #suratfood #gujaratifood #ashishvidyarthi #actorvlogs #breakfast #foodreels - Ashish Vidyarthi (@ashishvidyarthi) 23 June 2022
