For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નૌટંકીથી ભરપૂર હશે આયુષ્માનની નૌટંકી સાલા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 7 ફેબ્રુઆરી : વિકી ડૉનર બાદ આયુષ્માન ખુરાના આ વર્ષે આવનાર પોતાની ફિલ્મ નૌટંકી સાલા અંગે ખૂબ ઉત્સાહિત છે. નૌટંકી સાલાનો ફર્સ્ટ લુક 2જી ઑક્ટોબર, 2012ના રોજ રિલીઝ થયો હતો અને તેનું પ્રથમ પ્રોમો અક્ષય કુમારની ફિલ્મ સ્પેશિયલ 26 સાથે રિલીઝ થશે. નૌટંકી સાલામાં આયુષ્માન સાથે કુણાલ રૉય કપૂર, પૂજા સાલ્વી તથા એવલીન શર્મા પણ મુખ્ય ભૂમિકામાં હશે. ફિલ્મના દિગ્દર્શક રોહન સિપ્પી છે, જ્યારે ભૂષણ કુમાર, કિશન કુમાર, રમેશ સિપ્પી અને રૂપા ડે ચૌધરી નિર્માતાઓ છે.

ayushmann-khurrana

મળતી માહિતી પ્રમાણે નૌટંકી સાલા ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ કેમિયો રોલમાં દેખાશે. અભિષેક પોતાના મિત્ર રોહન સિપ્પીના કારણે કેમિયો કરવા તૈયાર થયાં છે. આયુષ્માનની મેન લીડ રોલ ધરાવતી આ બીજી ફિલ્મ હશે. આ અગાઉ વિકી ડૉનર ખૂબ ચર્ચામાં રહી હતી. ફિલ્મની થીમ તો જુદી હતી જ, સાથે જ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની એક્ટિંગ પણ વખણાઈ હતી. ફિલ્મમાં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં હતાં.

નૌટંકી સાલા ફિલ્મની વાર્તા બે મિત્રોની ગાઢ મૈત્રી પર આધારિત છે. આયુષ્માન અને કુણાલની મૈત્રી પર આધારિત આ ફિલ્મ કૉમેડી ફિલ્મ હશે. જોકે આ ફિલ્મમાં આજની અન્ય કૉમેડી ફિલ્મોની જેમ દ્વિઅર્થી સંવાદો નહીં હોય. આયુષ્માન ખુરાનાએ પોતે મીડિયાને જણાવ્યું કે તેમની ફિલ્મ એક કૉમેડી ફિલ્મ છે, પરંતુ તેમાં દ્વિઅર્થી સંવાદો નહીં હોય. ફિલ્મ 12મી એપ્રિલના રોજ રિલીઝ થશે.

English summary
Ayushmann Khurana is very much excited about his upcoming movie Nautanki Saala. This a comedy film that feature sAyushman Khaurana, Evelyn Sharma and Kunal Roy Kapur in main lead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X