બાહુબલી 2ના ફોટો થયા લિક, જુઓ બાહુબલી 2ની ખાસ તસવીરો

Posted By:
Subscribe to Oneindia News

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેની રાજ તો અમે હજી તમારા માટે ઉજાગર નથી કરી શક્યા પણ હા બાહુબલીને લગતી એક ખાસ ખબર અમે તમારા માટે જરૂરથી લઇને આવ્યા છીએ. બાહુબલી 2ની લિંક થયેલી તસવીરો. જેમાં બાહુબલી 2માં કેવા કેવા વિશાળ સેટ ઊભા કરવામાં આવ્યા છે તે બતાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે બાહુબલી ફિલ્મે તેની રિલિઝ બાદ બોક્સ ઓફિસ પર પૈસાની ટંકશાળ પાડી દીધી. એટલું જ નહીં આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા. તેલુગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીની આ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. એટલું જ નહીં આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં પણ એન્ટ્રી લઇ ચૂકી છે.

 

ત્યારે બાહુબલી 2ની આ લિંક તસવીરો જોઇને તો એવું જ લાગે છે કે ફરી એકવાર આ ફિલ્મ રિલિઝ બાદ નવા રેકોર્ડ સ્થાપશે. ત્યારે બાહુબલી ફિલ્મના ભવ્ય સેટ, શિવાની વિશાળ હાથી સાથેની ફાઇટ અને અદ્રભૂત ગ્રાફિક ઇફેક્ટ જોવા તૈયાર થઇ જાવ અને જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...

બાહુબલી 2નું પોસ્ટર
  

બાહુબલી 2નું પોસ્ટર

આ છે બાહુબલી 2નું પોસ્ટર. જેમાં તે રાજ પરથી પડદો ઉઠશે કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો.

યુદ્ધનો સીન
  

યુદ્ધનો સીન

ત્યારે બાહુબલી 2ની આ લિંક તસવીરમાં યુદ્ધનો સીન જોવા મળી રહ્યો છે.

ગ્રાફિકનો કમાલ
  

ગ્રાફિકનો કમાલ

તો બાહુબલી 2ની અન્ય એક લિંક તસવીરમાં ગ્રાફિકનો કમાલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે બાહુબલી પણ તેની શાનદાર ગ્રાફિક સીનના લીધે જ વખણાયું હતું.

બાહુબલી 2
  
 

બાહુબલી 2

બાહુબલી 2માં બાહુબલી કેવી રીતે એક સફળ રાજા બન્યો અને તેની પર આ ફિલ્મની સ્ટોરી આધારીત છે.

બાહુબલી 2
  

બાહુબલી 2

નોંધનીય છે કે બાહુબલી 2માં મહારાણી દેવસેના અને બાહુબલીની પ્રેમકહાની જોવા મળશે અને સાથે જ આ સ્ટોરીના અનેક રાજ પણ ઉજાગર થશે.

અસલમ ખાન
  

અસલમ ખાન

વળી બાહુબલી 2માં બાહુબલીમાં નાનકડો કેમિયો કરનાર અસલમ ખાન ઉર્ફૂ સુદિપની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.

શિવગામીના રહસ્યો
  

શિવગામીના રહસ્યો

સાથે જ બાહુબલી 2માં તે રહસ્ય પરથી પણ પડદો ઉઠશે કે કેમ શિવગામીને રાજમાતા હોવા છતાં શિવાને બચાવવા માટે પોતાના પ્રાણ ત્યજવા પડ્યા હતા.

ગજયુદ્ધ
  

ગજયુદ્ધ

વળી બાહુબલી 2માં શિવાને તમે ગજયુદ્ધ કરતો જોશો. અને તેની આ ફાયટીંગ ખૂબ જ રસપ્રદ રહેશે તે તો આ ફોટો જોઇને જ લાગે છે.

હોલીવૂડની કોપી
  

હોલીવૂડની કોપી

વળી બાહુબલી 2ની કેટલીક તસવીરો તમને હોલિવૂડની ફિલ્મોની યાદ તાજી કરાવશે. જેમ કે આ ફોટો લોર્ડ ઓફ ધ રિંગ ફિલ્મની યાદ તાજી કરાવે છે.

ભવ્ય સેટ
  

ભવ્ય સેટ

તો વળી બાહુબલીને જેમ જ બાહુબલી 2માં પણ ભવ્ય સેટ, અદ્રભૂત ગ્રાફિક ઇફેક્ટ પણ જોવા મળશે તેની પૃષ્ઠી આ તસવીરથી થાય છે.

English summary
Photos OF Baahubali 2 Leaked Concept.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.