બાહુબલી 2નું ટ્રેલર લિક, થશે કાયદાકીય કાર્યવાહી

Written By:
Subscribe to Oneindia News

બાહુબલી 2 નું ટ્રેલર આજે જ રિલિઝ થયું અને તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. આ દરમિયાન બાહુબલી 2નું મલાયલમ ટ્રેલર લિક થયું હોવાની ખબરો આવી છે. ટ્રેલર લોન્ચ થાય એ પહેલાં જ ફિલ્મ મલયાલમ ભાષામાં આવી ચૂકી હતી, આ વાતથી અત્યંત નિરાશ ફિલ્મ મેકર્સે કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

bahubali 2

સાચું ટ્રેલર આજે સાંજે લોન્ચ થનાર હતું, પરંતુ દર્શકો અને ફેન્સમાં આ ટ્રેલર અંગે ખૂબ ઉત્સાહ જોવા મળતાં આખરે ફિલ્મ મેકર્સે ગુરુવારે સવાર જ ટ્રેલર લોન્ચ કરવાનું નક્કી કર્યું. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં 300થી વધુ થિયેટરોમાં સવારે એક સાથે આ ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. પરંતુ ફિલ્મનું મલાયલમ ટ્રેલર પહેલેથી જ ઓનલાઇન લીક થઇ ચૂક્યું છે.

અહીં વાંચો - રામ ગોપાલ વર્મા સામે નોંધાઇ ફરિયાદ, કારણ સની લિયોન

ટ્રેલર લોન્ચ થયાના 3-4 કલાકની અંગર જ લાખો લોકો હિંદી ટ્રેલર જોઇ ચૂક્યાં છે. હિંદી સિવાય તેલુગુ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવ્યું છે. હવે દર્શકો ફિલ્મ રિલિઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મમાં કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો એ અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

બાહુબલી 2નું ઓફિશિયલ ટ્રેલર જુઓ અહીં..

English summary
Baahubali 2 Official Malyalam trailer leaked, makers plan to take legal actions.
Please Wait while comments are loading...