Pics: બચ્ચન પરિવારે ધામધૂમથી મનાવી દિવાળી, અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યા ફોટા
આખા દેશમાં શાંતિ અને સૌહાર્દપૂર્વક દિવાળીનો પર્વ મનાવવામાં આવ્યો. બોલિવુડના ઘણા સ્ટાર્સે પણ ખૂબ મસ્તી કરી છે અને સોશિયલ મીડિયા પર તેના ફોટો પણ સતત વાયરલ થઈ રહ્યા છે. હવે મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના પરિવારની દિવાળીના ફોટા શેર કર્યા છે. આ ફોટામાં અમિતાભ બચ્ચન ઉપરાંત જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા જોવા મળી રહી છે. આ ફોટાને પોસ્ટ કરીને અમિતાભ બચ્ચને લખ્યુ કે, આ શુભ અવસર પર અમારી શુભકામનાઓ. તમે જુઓ બચ્ચન પરિવારના શાનદાર ફોટા...

અમિતાભ બચ્ચન સુપરસ્ટાર
અમિતાભ બચ્ચનનો આ શાનદાર ફોટો તમને કેવો લાગ્યો. દીવો પ્રગટાવતા જોવા મળી રહ્યા છે અભિનેતા.

જયા બચ્ચન
અભિનેત્રી જયા બચ્ચનના દિવાળીના ફોટા ઘણા વાયરલ થઈ રહ્યા છે. તે પણ દીવો પ્રગટાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ નિયા શર્માના હૉટ ફોટોશૂટથી સોશિયલ મીડિયાનું તાપમાન વધ્યું

અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા
અભિનેતા અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનના શાનદાર દિવાળી ફોટો.

ગણેશ લક્ષ્મી
બચ્ચન પરિવારે દિવાળીના પર્વ પર ગણેશ લક્ષ્મીની પૂજા પણ કરી. ફોટા વાયરલ થઈ રહ્યા છે.

જલસા
અમિતાભ બચ્ચનના ઘરે જલસાના શાનદાર ફોટા દિવાળીના પ્રસંગે સામે આવ્યો હતો. બચ્ચન પરિવારની ખાસિયત છે કે દર વર્ષે તેમનો પરિવાર દિવાળીના પ્રસંગે ઘણા ઉત્સાહિત થાય છે. તેમના ઘરમાં દિવાળીનો તહેવાર શાનદાર રીતે મનાવવામાં આવે છે.