કટપ્પાએ બાહુબલી કેમ માર્યો થયું લીક, ગ્રાફિક ડિઝાઇનરની ધરપકડ

Posted By:
Subscribe to Oneindia News

ફિલ્મ બાહુબલી 2ની રિલિઝની લોકો કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે. કારણ કે આ ફિલ્મમાં તે રાજ પરથી પડદો ઉઠવાનો છે કે કેમ કટપ્પાએ બાહુબલીને માર્યો હતો. નોંધનીય છે કે પહેલી જ ફિલ્મે મોટી સંખ્યામાં દર્શકોને તેની તરફ ખેંચ્યા હતા. વળી આ ફિલ્મના અંતનું સપેન્સ લોકો હજી ભૂલી નથી શક્યા.

bahubali 2

ત્યારે આ ફિલ્મની રિલિઝ પહેલા સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનો કેટલાક ભાગ લીક થઇ ગયો છે. અને એટલું જ નહીં આ એજ હિસ્સો છે જેના દ્વારા કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તે રહસ્ય ઉજાગર થઇ શકે તેમ છે. ત્યારે આ કેટલીક મિનિટનો ભાગ સોશ્યલ મિડિયા પર લિંક કરવાના આરોપમાં આ ફિલ્મના ગ્રાફિક ડિઝાઇનરને અરેસ્ટ કરવામાં આવ્યો છે.

bahubali 2


ખબરોની માનીએ તો હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં કામ કરતા આસિસ્ટન્ટ ગ્રાફિક ડિઝાઇનર દયાનંદને સર્વરમાંથી લગભગ 6 મિનિટની ક્લિપ ચોરવવા અને આ ક્લિપને સોશ્યલ મીડિયા પર લિક કરવા માટે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે.

bahubali


સોશ્યલ મીડિયા પર વાયરલ
નોંધનીય છે કે હાલ તો પોલિસે દયાનંદને પકડી પાડ્યો છે. અને આ સીનને ઇન્ટનેટથી પણ હટાવી દીધો છે પણ તે પહેલા જ સોશ્યલ મીડિયા પર આ સીન વાયરલ થઇ ચૂક્યો છે અને તેના આ 6 મિનિટના ફૂટેઝને હજારો લોકો જોઇ ચૂક્યા છે. અને આ સીન ઇન્ટનેટ પર વાયરલ થઇ ચૂક્યો છે.

bahubali 2

અનેક ભાષાઓ
નોંધનીય છે કે બાહુબલીને જેમ જ બાહુબલી 2 પણ તેલુગુ, તમિલ ભાષામાં એક સાથે બનશે. અને તેને હિન્દીમાં ડબ કરવામાં આવશે.

bahubali 2

રો ફૂટેઝ લીક
સોશ્યલ મીડિયા પર જે સીન લીક થયા છે તે આ ફિલ્મના રો ફૂટેઝનો એક હિસ્સો છે જેમાં ફિલ્મનો ક્લાયમેક્સ બતાવવામાં આવ્યો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર આ હિસ્સો લિક થવાથી ફિલ્મ મેકર હવે આ હિસ્સાને ફિલ્મમાં રાખવો કે ફિલ્મથી નીકાળી દેવો તેની અસમંજસમાં છે.

bahubali 2


તસવીરો લીક
નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં પણ આ ફિલ્મની કેટલીક તસવીરો લીક થઇ હતી. એટલું જ નહીં બાહુબલી પાર્ટ 1ની રિલિઝ પહેલા પણ તેના કેટલોક હિસ્સો અને તસવીરો લીક થઇ ગયા હતા.

650 કરોડની કમાણી
નોંધનીય છે કે બાહુબલી પાર્ટ 1 રૂપિયા 650 કરોડની કમાણી કરી હતી. અને તેને રાષ્ટ્રિય એવોર્ડથી લઇને અનેક નામી એવોર્ડ જીત્યા હતા.

bahubali

ભાગ 2
28 એપ્રિલ 2017ના રોજ બાહુબલી ભાગ 2 રિલિઝ થવાની છે. જેની દર્શકો કાગ ડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે હાલ તો લોકો સોશ્યલ મીડિયા પર આ લીક અને ડિલિટ થયેલા ભાગને શોધી રહ્યા છે.

English summary
Bahubali 2 movie scene leak on social media graphic designer arrested.
Please Wait while comments are loading...