For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Finally: બાહુબલી 2...કટપ્પાએ બાહુબલીને આ માટે માર્યો!

|
Google Oneindia Gujarati News

28 એપ્રિલ 2017ના રોજ રિલિઝ થશે બાહુબલી 2. બાહુબલીની રિલિઝ ડેટ રજૂ જાહેર કરવામાં આવી છે. ત્યારે આ ફિલ્મના રિલિઝ થવાની સાથે જ આ ફિલ્મ અને એક સવાલ કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનો જવાબ પણ મળી જશે. નોંધનીય છે કે ગત વર્ષે આ ફિલ્મે રિલિઝ સાથે હિંદી, તેલુગુ ફિલ્મના તમામ રેકોર્ડો તોડી દીધા હતા અને એક નવો ઇતિહાસ બનાવ્યો હતો.

ત્યારે ફરી એક વાર બાહુબલી 2 તમામ નવા રેકોર્ડ તોડવા માટે આવી રહી છે. ત્યારે આ ફિલ્મ વિષેની કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. જાણો આ ફિલ્મ વિષે 20 અજાણી વાતો....

તમામ રેકોર્ડ તોડશે

તમામ રેકોર્ડ તોડશે

આ ફિલ્મ એપ્રિલ 2017માં રિલિઝ થવાની છે અને તેની પહેલી સિરીઝની જેમ જ આ વખતે પણ તે તમામ રેકોર્ડ તોડવાની છે.

2 પાર્ટીની ફિલ્મ

2 પાર્ટીની ફિલ્મ

બાહુબલી બે પાર્ટમાં બનાવવામાં આવી છે. અને આ વખતે પણ તે તેલુગુ, તમિલમાં રિલિઝ અને મલાયલમ, હિંદી, ફ્રેંચના ડબ થશે

પ્રભાસે શીખી રોક ક્લાઇમિંગ

પ્રભાસે શીખી રોક ક્લાઇમિંગ

પહેલી ફિલ્મમાં પ્રભાસ આખી ફિલ્મ દરમિયાન પહાડ જ ચઢે રાખે છે જે માટે તેમણે ખાસ ટ્રેનિંગ લીધી હતી.

120 કિલાના રાણા દુગ્ગીબત્તી

120 કિલાના રાણા દુગ્ગીબત્તી

આ ફિલ્મ માટે રાણા દુગ્ગાબત્તીએ તેના 80 કિલો વજનમાંથી 120 કિલો વજન કર્યું હતું.

100 એકડ જમીન

100 એકડ જમીન

આ ફિલ્મ માટે રામોજી ખાતે 100 એકડની જમીન પર વિશાળ સેટ લગાવવામાં આવ્યો છે. જ્યાં હાલ જોર શોરથી શુંટિંગ ચાલી રહ્યું છે.

બે વર્ષ

બે વર્ષ

આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં જ બે વર્ષ લાગી ગયા. જે દરમિયાન તમામ કલાકારોએ પૂર્ણ સહયોગ આપ્યો.

2000 જૂનિયર આર્ટીસ્ટ

2000 જૂનિયર આર્ટીસ્ટ

આ ફિલ્મ માટે 2000થી પણ વધુ જૂનિયર આર્ટિસ્ટની ફોઝ તૈયાર કરવામાં આવી હતી. અને આ ફિલ્મ લગભગ 500 વિજ્યઅલ ઇફેક્ટના શોટ્સ છે.

4000 થિયેટર

4000 થિયેટર

બાહુબલીને દેશના 4000થી પણ વધુ થિયેટરમાં રિલિઝ કરવામાં આવી છે.

બજેટ 200 કરોડ પણ

બજેટ 200 કરોડ પણ

આ ફિલ્મનું બજેટ 200 કરોડ હતું પણ ફિલ્મ પૂર્ણ થતા કે 250 કરોડની બની ગઇ.

10 ટકા ભાગ ફી તરીકે

10 ટકા ભાગ ફી તરીકે

ફિલ્મના એક્ટર પ્રભાસને આ ફિલ્મ માટે 24 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. અને તેણે આ બે વર્ષ દરમિયાન અન્ય કોઇ ફિલ્મ નથી કરી.

હથિયાર

હથિયાર

આ ફિલ્મના યુદ્ધ સીન માટે 20,000 થી વધુ હથિયારોને ડિઝાઇન કરી ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

15,000 સ્કેચ

15,000 સ્કેચ

વળી પ્રી પ્રોડક્શન માટે લગભગ 15,000 સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા. જેના આધારે જ ફિલ્મ બની હતી.

સૌથી મોટું પોસ્ટર

સૌથી મોટું પોસ્ટર

આ ફિલ્મનું સૌથી મોટું પોસ્ટર 50,000 ફિટનું બનાવવામાં આવ્યું હતું. જેને ગિનિઝ બુકમાં પણ નામ મળ્યું છે.

109 દિવસ ઝરણાં પાછળ

109 દિવસ ઝરણાં પાછળ

રાજામૌલીએ લગભગ 109 દિવસ ખાલી આ ઝરણાના સીન પાછળ વીતાવ્યો હતો. કારણ કે તે તેને એકદમ પરફેક્ટ દેખાડવા માંગતા હતા.

ટેલરને જ 1 કરોડ વ્યૂઝ

ટેલરને જ 1 કરોડ વ્યૂઝ

એટલું જ નહીં આ ફિલ્મના ટેલરને 1 કરોડથી વધુ વ્યૂઝ 1 જૂન 2015ના રોજ મળ્યા હતા.

મ્યુઝિયમ

મ્યુઝિયમ

આ ફિલ્મનું એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેમાં આ ફિલ્મની તમામ નાની મોટી વસ્તુઓ રાખવામાં આવી છે.

રીતિકને એપ્રોચ

રીતિકને એપ્રોચ

આ ફિલ્મના હિંદી વર્ઝન માટે રીતિક અને જ્હોન અબ્રાહ્મને પણ અપ્રોચ કરવામાં આવ્યા હતા.

પિતાએ લખ્યા છે બે ભાગ

પિતાએ લખ્યા છે બે ભાગ

ફિલ્મ કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે જે રાજામૌલીના પિતા છે. અને તેમણે જ બજરંગી ભાઇજાન પણ લખી હતી.

જવાબ

જવાબ

તો એપ્રિલના 2017ના રોજ તમને જવાબ જરૂરથી મળી જશે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યું.

English summary
Bahubali the conclusion release date finally announced.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X