For Quick Alerts
For Daily Alerts
બાળ ઠાકરે રાવણ હતાઃ કમાલ ખાન
મુંબઇ, 19 નવેમ્બરઃ ફરી એકવાર બોલિવુડના વિવાદિત અભિનેતા કમાલ ખાને દિવંગત નેતા બાળ ઠાકરે અંગે તીખી ટિપ્પણી કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે બાળા સાહેબ ઠાકરે રામ નહીં પણ રાવણ હતા, જ્યારે રાવણ મર્યો, ત્યારે આખી લંકા રોઇ હતી, પરંતુ આખરે તે રાવણ હતા અને તેને હંમેશા રાવણના નામથી જ ઓળખવામાં આવશે.
કમાલ ખાને લખ્યું છે કે બાળ ઠાકરેના સારા કામોને યાદ કરવામાં આવે તો તમારે મુબંઇ રમખાણ, બિહારના લોકો સાથે અભદ્રતા અને ઉત્તર ભારતીયો સાથેના ગંદા વ્યવહારને પણ યાદ કરવા જોઇએ. હું પ્રશ્ન કરું છું મુંબઇવાસીઓને કે આજે ઠાકરેના મોત પર મુંબઇના બંધ કરવામાં આવ્યું છે, જ્યારે મુંબઇનો રિયલ હીરો સુનીલ દત્ત મર્યો હતો ત્યારે તેમણે શહેરને બંધ નહોતો કર્યો.
કમાલ ખાનના આ નિવેદન પર હાલ કોઇપણ શિવસૈનિક તરફથી ટિપ્પણી આવી નથી. તમને જણાવી દઇએ કે આ એ જ કમાલ ખાન છે જેમની બિહારીઓ પર આધારિત ફિલ્મ દેશદ્રોહીને શિવસૈનિકોએ મુંબઇમાં ચાલવા દીધી નહોતી અને ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ નિવડી હતી.