For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્કાર એવોર્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે રણબીર કપૂરની 'બરફી

|
Google Oneindia Gujarati News

Barfi
મુંબઇ, 23 સપ્ટેમ્બર : બૉલીવુડમાં છેલ્લા એક દાયકાની ફિલ્મો પર નજર કરવામાં આવે તો સ્પષ્ટ જોવા મળે છે કે હિન્દી ફિલ્મોમાંથી માત્ર આમિર ખાન અને શાહરૂખ ખાનની જ ફિલ્મોને ઑસ્કાર એવોર્ડ માટે લાયક સમજાવામાં આવી છે. વર્તમાનમાં બૉલીવૂડમાં પરિવર્તનનો પવન ચાલી રહ્યો છે. આ વર્ષે ઑસ્કાર એવોર્ડમાં મોકલવા માટે રણબીર કપૂર અભિનીત ફિલ્મ 'બરફી'ને પસંદ કરવામાં આવી છે. આ માટે 'બરફી'એ ભારતની અન્ય ભાષાની 19 ફિલ્મોને પાછળ છોડી છે.

ફિલ્મ લેખક અને દિગ્દર્શક અનુરાગ બાસુની ફિલ્મ 'બરફી'માં રણબીર કપૂર, પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડી' ક્રુઝ મુખ્ય ભૂમિકામાં છે. 'બરફી'ને ઑસ્કાર એવોર્ડની બેસ્ટ ફોરેન લેન્ગ્વેજ ફિલ્મની કેટેગરી માટે સામેલ કરવામાં આવી છે. ભારતભરના થિયેટર્સમાં 14 સપ્ટેમ્બર, 2012ના રોજ પ્રદર્શિત થયેલી બરફીએ અત્યાર સુધીમાં 58 કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં 'બરફી' 100 કરોડની લિસ્ટમાં સ્થાન મેળવી લેશે.

આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતા રણબીર કપૂરે જણાવ્યું કે 'મને અત્યારે ઘણું સારું લાગી રહ્યું છે પણ હજી અમારે ઘણા આગળ જવાનું છે. ઑસ્કાર એવોર્ડમાં આ ફિલ્મને બેસ્ટ 5 ફિલ્મો પૈકી એક તરીકે લાવવી છે. મને આશા છે કે તે પસંદગી પામશે.'

ખુશીના સમાચાર અંગે પ્રિયંકા ચોપરાએ ટિ્વટ કર્યું છે કે 'આ... છે ઑસ્કારમાં ભારતની ઑફિશિયલ એન્ટ્રી. અનુરાગ સર, રણબીર કપૂર, રૉની, સિદ અને બધાને ખૂબ અભિનંદન. આ જીતની ઉજવણી માટે કાશ હું ભારતમાં હોત.'

English summary
Barfi has been nominated for Oscars. Ranbir Kapoor and Priyanka Chopra starrer Barfi has left behing 20 other movies and made its way towards Oscars.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X