બર્ફીની સફળતાએ પ્રિયંકાના ભાવ વધાર્યા
મુંબઈ, 29 સપ્ટેમ્બર : કહે છે કે સફળતા મળતાં માણસની પાંખો ઊગી નિકળે છે અને તે જમીન ઉપરથી સીધો આસમાને પહોંચી જાય છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ બર્ફીની રિમઝિમ અને બૉલીવુડની જંગલી બિલાડી એટલે કે પ્રિયંકા ચોપરાની.
સમાચાર છે કે બર્ફીને મળી રહેલ બેહિસાબ સફળતાને પગલે હવે પ્રિયંકાએ પોતાની ફીમાં વધારો કર્યો છે. હવે તે કોઈ પણ ફિલ્મ માટે 1 કરોડની માંગણી કરી રહી છે.
માત્ર બર્ફી જ નહિં, પણ પ્રિયંકાને સાતમે આસમાને પહોંચાડવામાં તેનો પ્રથમ ઇન્ટરનેશનલ આલબમ ઇન માય સિટી પણ મોટો ભાગ ભજવી રહ્યો છે. તેના આ આલબમની બૉલીવુડમાં જ નહિં, પણ વિદેશોમાં પણ ઘણી પ્રશંસા થઈ છે અને હવે પ્રિયંકા એક ઇન્ટરનેશનલ સેલિબ્રિટી બની ચુકી છે. સલમાનથી માંડી શાહરુખ ખાન સુધીના બૉલીવુડના દરેક ટોચના સ્ટાર્સ આજે પ્રિયંકાના વખાણ કરી રહ્યાં છે.
બર્ફીની સફળતાને પગલે પ્રિયંકા બૉલીવુડની સૌથી નાની વયની સ્ટાર બની ગઈ છે કે જેની ફિલ્મ ઑસ્કાર એવૉર્ડ માટે મોકલામાં આવી છે. ઉપરાંત એવું પહેલી વાર નથી થયું કે જ્યારે પ્રિયંકાએ પોતાના અભિનય કૌશલ્યનો દાખલો બેસાડ્યો હોય. આ અગાઉ મધુર ભંડારકરની ફૅશન ફિલ્મમાં પણ પ્રિયંકાએ બહુ બહેતરીન એક્ટિંગ કરી હતી અને તે ફિલ્મ માટે તેને નેશનલ એવૉર્ડ વડે સન્માનવામાં આવી હતી. પછી પ્રિયંકા સતત પોતાની એક્ટિંગ દ્વારા લોકોને આશ્ચર્ય પમાડતી આવી છે અને દરેક ફિલ્ે પ્રિયંકાની એક્ટિંગ પ્રતિભા વધુમાં વધુ નિખરતી જાય છે.
પ્રિયંકા ચોપરા બરેલી જેવા એક નાનકડા શહેરમાંથી આવે છે અને તાજેતરમાં જ તેને તેના શહેરના મેયરે તેના આલબમ માટે ફરી એક વાર સન્માનિત કર્યા હતાં. અગાઉ પ્રિયંકાએ જ્યારે મિસ ઇન્ડિયાનો ખિતાબ હાસલ કર્યો હતો, ત્યારે પણ તેને બરેલીના મેયર દ્વારા સન્માનવામાં આવી હતી.