જય-વીરૂ જ નહીં, બસંતીના કારણે કેતનને પણ વળ્યો પરસેવો!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 2 જાન્યુઆરી : બસંતીની બક-બક યાદ છે ને? બસંતીએ પોતાની બક-બકથી જય અને વીરૂને કેટલા બધા હેરાન કર્યા હતાં. દર્શકોનું મનોરંજન કરનાર બસંતીની એ બક-બક આખી ફિલ્મનો જાન હતી, પરંતુ શું તમે જાણો છો કે આ બસંતીએ જાણીતા ફિલ્મ નિર્માતા કેતન મહેતાને પણ પરસેવો વાળી દીધો.

sholay-hema
વિશ્વાસ નથી થતો ને? પણ સાચુ આ જ છે. કેતન મહેતા વર્ષ 1975ની સફળ ફિલ્મ શોલેની 3ડી આવૃત્તિના નિર્માતા છે, પરંતુ તેમનું કહેવું છે કે શોલેનું 3ડી રૂપાંતરણ સરળ કામ નહોતું. ફિલ્મના કેટલાંક દૃશ્યોના પગલે 3ડી રૂપાંતરણમાં ઘણી મુશ્કેલીઓ આવી આ જટિલ દૃશ્યોમાનું એક હતું બસંતીનું જંગલ વાળું દૃશ્ય.

આવતીકાલે રિલીઝ થતી શોલે 3ડીના નિર્માતા કેતન મહેતાએ પોતાના માયા ડિજિટલ સ્ટુડિયો ખાતે તેનું 3ડી રૂપાંતરણ કર્યું છે. મામા મેમસાબ તથા મંગલ પાન્ડે ધ રાઇઝિંગ જેવી ફિલ્મો બનાવનાર કેતને જણાવ્યું - શોલે 3ડી ફિલ્મમાં બસંતી એટલે કે હેમા માલિનીના જંગલમાં ઊભા રહેવાનું દૃશ્ય સૌથી મુશ્કેલ ફ્રેમોમાંનું એક હતું.

તેમણે જણાવ્યું - જ્યારે આપણે ઉંડાણપૂર્વક અને 3ડી અંગે વાત કરતા હોઇએ, તો દરેક ભાગનું પોતાનું એક અલગ ઉંડાણ તથા અલગ પડ હોય છે. હેમાજીના નાકથી લઈ વાશ, દરેક ઝાડથી માંડી દરેક પાનનુ એક જુદુ પડ બની ગયું. તેમને તારવતા બહાર કાઢવુ અને પછી 3ડીમાં યોગ્ય રીતે ઉંડાણ અને ફ્રેમ સાથે મિશ્ર કરવુ પડ્યું.

English summary
The conversion of 1975 film "Sholay" into 3D was not an easy task and some of the scenes posed problems. One such was when veteran actress Hema Malini, who plays the role of Basanti, is seen in a jungle.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.