• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દીપિકા પાદુકોણના ઘરમાં લગ્નની રસમો થઈ શરૂ, જુઓ નંદી પૂજાના Pics

|

હિંદી સિનેમાની સુંદર અભિનેત્રીઓમાં ગણાતી દીપિતા પાદુકોણના ઘરના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે. તે અભિનેતા રણવીર સિંહ સાથે 14-15 નવેમ્બરે ઈટલીના કોમો લેકમાં સાત ફેરા લેશે. દીપિકાના ઘરના કેટલાક ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં તે બેંગલુરુમાં પરિવાર સાથે મળીને 'નંદી' પૂજા જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Happy Birthday શાહરુખ ખાનઃ 53ના થયા લોકોને 'દીવાના' બનાવનાર 'બાદશાહ'આ પણ વાંચોઃ Happy Birthday શાહરુખ ખાનઃ 53ના થયા લોકોને 'દીવાના' બનાવનાર 'બાદશાહ'

દીપિકા પાદુકોણના ઘરમાં લગ્નની રસમો થઈ શરૂ

દીપિકા પાદુકોણના ઘરમાં લગ્નની રસમો થઈ શરૂ

આ ફોટામાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. તે પૂજામાં ઓરેન્જ કલરનો સૂટ અને ભારે ઈયરિંગ્ઝ પહેર્યા છે. તે ફોટામાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ ફોટોઝ ફેન્સ પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ફેન્સનું કહેવુ છે કે ફાઈનલી! બંનેના લગ્નની રસમો શરૂ થઈ ગઈ છે. હવે બધા તેમના ખાસ દિવસની રાહ જોઈ રહ્યા છે.

સિંધી રિવાજથી થશે લગ્ન

સિંધી રિવાજથી થશે લગ્ન

તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ દીપિકા અને રણવીર 14 અને 15 નવેમ્બરે લગ્ન કરશે. પોતાના લગ્નના સમાચાર ખુદ દીપિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આપ્યા હતા. જો કે એ સમાચાર એ પણ છે કે આ બંનેએ સિંધી રિવાજ મુજબ એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. વાસ્તવમાં રણવીર સિંધી છે અને તેનુ આખુ નામ રણવીર સિંહ ભવનાની છે અને એટલા માટે રણવીર સિંહનો પરિવાર ઈચ્છે છે કે તેમના લગ્ન સિંધી રિવાજ મુજબ થાય એટલા માટે આ લગ્નની બધી રસમો સિંધી જ હશે જેમાં ‘સાંથ પ્રથા' પણ શામેલ છે.

પડદા પર હિટ છે દીપિકા-રણવીર સિંહની જોડી

પડદા પર હિટ છે દીપિકા-રણવીર સિંહની જોડી

તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં દીપિકા અને રણવીર સિંહના સંબંધોનો ખુલાસો થયો હતો. બંને એક સાથે આવતા પહેલા બંનેનું બ્રેક એપ થઈ ચૂક્યુ હતુ. જ્યાં દીપિકા ફિલ્મ અભિનેતા રણબીર કપૂર સાથે પ્રેમમાં હતી તો બીજી તરફ રણવીર સિંહનું નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે જોડાયુ હતુ પરંતુ બાદમાં અનુષ્કા-રણવીર સિંહ અલગ થ ગયા તો દીપિકા અને રણબીર કપૂરના રસ્તા પણ અલગ થઈ ગયા. બંનેએ સાથે ત્રણ હિટ ફિલ્મો આપી છે ‘રામલીલા', ‘બાજીરાવ મસ્તાની' અને ‘પદ્માવત'.

આ પણ વાંચોઃ પહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝઆ પણ વાંચોઃ પહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝ

English summary
Before the wedding ceremonies begin, bride-to-be Deepika Padukone and her family conducted a small puja at their Bengaluru residence.here is pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X