• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભાગ મિલ્ખા ભાગ: મિલ્ખાની જિંદગીનો અસલી કિસ્સો નથી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 જુલાઇ: 'ભાગ મિલ્ખા ભાગ' મિલ્ખા સિંહની જિંદગીનો સચોટ કિસ્સો નથી. એવી ઘણી બાબતો છે જે ફિલ્મમાં બતાવવામાં આવી, પરંતુ હકિકતમાં એવું ન હતું. દાખલા તરીકે તેમની બે પ્રેમિકાઓ છે, પરંતુ તે દિવસોમાં ખુલ્લેઆમ પ્રેમ કરવાની વાત પણ વિચારી ન શકાય.

- ફિલ્મમાં 1960ના રોમ ઓલિમ્પિક્સમાં જ્યારે તે 400 મીટરની ફિનિશ લાઇન નજીક પહોંચે છે, તો તેના મગજમાં તેના પિતાની તસવીર ઉપસી આવે છે, જે તે મિલ્ખાસિંહને જીવ બચાવવા માટે ભાગવાનું કહે છે. જ્યારે તથ્ય એ છે કે તે એ જાણવા માટે પાછળ જુવે છે કે દોડવીર ક્યાં છે. એટલામાં જ તેમનો લય-તાલ બગડી જાય છે. એકપળનું મોડું તેમને મોધું પડી જાય છે.

- ફિલ્મમાં મિલ્ખાસિંહ 1960માં દોડવા માટે જ્યારે પાકિસ્તાન ગયા તો બાળપણ પોતાના મિત્રોને મળ્યા, જ્યારે સત્ય એ છે કે પોતાના મિત્રોને મળ્યા ન હતા.

- ફિલ્મમાં ઓલિમ્પિક્સમાં હાર્યા બાદ મિલ્ખાસિંહનું દિલ ભાંગી જાય છે અને તેથી તે 1960માં લાહોર જતા નથી, જ્યારે સત્ય એ છે કે ભારત-પાકિસ્તાન મીટ જાન્યુઆરી, 1960માં આયોજિત થઇ હતી, રોમ ઓલિમ્પિક્સ તે વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં યોજાયો હતો.

- ફિલ્મમાં મિલ્ખાસિંહ સેનામાં જૂનિયર કમીશંડ ઓફિસર બને છે અને તેમને ઓફિસરના રૂપમાં ઓળખવામાં આવે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે તેમને સ્થાયી કમીશન અને પંજાબ સરકારના રમત વિભાગના નિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમને વ્યક્તિગત કારણોને લીધે નિર્દેશક પ્રસ્તાવ સ્વિકાર કર્યો હતો.

- ફિલ્મમાં તેમની બે પ્રેમિકાઓ છે, બીરો (સોનમ કપૂર) અને ઑસ્ટ્રેલિયાની શીલા (રિબેકા બ્રીડ્સ). પરંતુ સત્ય એ છે કે તે પોતે કહે છે કે તે જમાનામાં લોકો સામે છોકરીનો હાથ પકડવાની વાત પણ વિચારી ન શકાય.

English summary
Bhaag Milkha Bhaag is not exact story of Milkha Singh's life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X