• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભૈરવી ગોસ્વામી બની Sex Goddess, કામસૂત્ર માટે ધર્યો ‘કામુક’ અવતાર!

|

મુંબઈ, 6 સપ્ટેમ્બર : અભિનેત્રી, ટેલીવિઝન હોસ્ટ અને એનિમલ એક્ટિવિસ્ટ ભૈરવી ગોસ્વામી કોઈ અજાણ્યુ નામ નથી. આ એ જ ભૈરવી ગોસ્વામી છે કે જે પોતાની જાતને ખુલ્લેઆમ સેક્સ ગૉડેસ કહે છે. કદાચ એટલે જ ભૈરવીની પસંદગી કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ નામની લઘુ ફીચર ફિલ્મ માટે કરાઈ છે.

કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ એક લઘુ ફિલ્મ છે અને તેને ઇંગ્લિશમાં ડબ કરવામાં આવી છે. તેનું દિગ્દર્શન સુરેન્દ્ર હીરાવાલેએ કર્યુ છે. તેઓ ઇચ્છે છે કે તેઓ ફિલ્મને મોટા ઇવેંટ જેમ કે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ, કૅન્સ, ટ્રિબેકા, એનવાયએફએફ, સનડૅંસ, કૅરિયો વિગેરેમાં પ્રદર્શિત કરે.

કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મની કેટલીક તસવીરો રિલીઝ થઈ છે અને તે જોયા બાદ તમે પણ કહી શકશો કે ભૈરવી ગોસ્વામી આ ફિલ્મ માટે ઉપયુક્ત પસંદગી છે. ફિલ્મની તસવીરોમાં ભૈરવી ગોસ્વામી ખૂબ જ હૉટ જણાય છે. જ્યાં સુધી કામસૂત્ર શીર્ષકની વાત છે, તો આ શીર્ષક હેઠળ રેખાની ફિલ્મ ખૂબ જ ચર્ચિત રહી હતી, તો શર્લિન ચોપરા અભિનીત કામસૂત્ર 3ડી ફિલ્મ પણ ચર્ચામાં રહી કે જે હજી સુધી રિલીઝ નથી થઈ શકી.

ચાલો હાલ તો આપને બતાવીએ ભૈરવી ગોસ્વામી અભિનીત કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મની તસવીરો :

સખત મહેનત

સખત મહેનત

ભૈરવી ગોસ્વામી કામસૂત્ર ધ પોએટ્રી ઑફ સેક્સ ફિલ્મના શૂટિંગ અંગે કહે છે - ફિલ્મના ત્રણ દિવસના શૂટિંગ દરમિયાન સખત મહેનત કરવી પડી. હું એક એથલીટ છું, પણ આમ છતાં શૂટિંગમાં ઘણી મુશ્કેલીઓ આવી.

પૉઝિશને પરસેવો

પૉઝિશને પરસેવો

ભૈરવી કહે છે - બૉડીને જુદી-જુદી પૉઝિશનમાં વાળવી ખૂબ જ મહેનત અને મુશ્કેલ કામ હતું.

તેઓ ફિટ હતાં

તેઓ ફિટ હતાં

ભૈરવી કહે છે - આનાથી સાબિત થાય છે કે તે જમાનામાં મહિલા-પુરુષ બંને આજની સરખામણીમાં ખૂબ જ ફિટ હોતા હતાં.

કામ ક્રિયા વિજ્ઞાન

કામ ક્રિયા વિજ્ઞાન

તેઓ કહે છે - આનાથી આ બાબતનો પણ ખુલાસો થાય છે કે કામ ક્રિયા એક પ્રકારનું વિજ્ઞાન હતું કે જે મહિલા-પુરુષ શીખતા હતાં અને અભ્યાસમાં લાવતા હતાં.

સેક્સ સૌથી સારૂ વ્યાયામ

સેક્સ સૌથી સારૂ વ્યાયામ

ભૈરવીના જણાવ્યા મુજબ - સેક્સ સમ્પૂર્ણપણે પોતાની જાતને અને પોતાના પાર્ટનરને ડૂબીને પ્રેમ કરવાનું નામ છે અને એક-બીજાને સંતુષ્ટ કરવાનું કામ છે. કહે પણ છે કે સેક્સ માનવ શરીર માટે સૌથી સારૂ વ્યાયામ છે.

એનિમલ એક્ટિવિસ્ટ

એનિમલ એક્ટિવિસ્ટ

ભૈરવી ગોસ્વામી ભારતીય અભિનેત્રી છે. તેમને પ્રાણીઓ પ્રત્યે બહુ પ્રેમ છે અને તેઓ એનિમલ એક્ટિવિસ્ટ છે.

ઘોડેસ્વારી પસંદ

ઘોડેસ્વારી પસંદ

ભૈરવી ગોસ્વામીને ઘોડેસ્વારી કરવી ખૂબ જ ગમે છે. તેમની પાસે 7 ઘોડા છે.

ભેજા ફ્રાય પ્રથમ ફિલ્મ

ભેજા ફ્રાય પ્રથમ ફિલ્મ

સાગર બેલારીની ફિલ્મ ભેજા ફ્રાય ભૈરવીની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હતી.

અન્ય ફિલ્મો

અન્ય ફિલ્મો

ભૈરવી ગોસ્વામીએ માય ફ્રેન્ડ ગણેશા 2માં પણ કામ કર્યુ હતું. મિસ્ટર ભટ્ટી ઑન છુટ્ટીમાં ભૈરવીએ એક ગ્લૅમરસ યુવતીનો રોલ કર્યો હતો. ભૈરવીએ કચ્ચા લિંબૂમાં એક સ્કૂલ ટીચરનો રોલ કરવા પોતાના ગ્લૅમરસ રૂપ છોડ્યો હતો. ભૈરવીએ કુમાર ગૌરવ સાથે માય ડૅડી સ્ટ્રૉંગેસ્ટ ફિલ્મમાં પણ કામ કર્યુ હતું કે જે દુનિયાની પ્રથમ બાળ સાયલંટ ફિલ્મ હતી.

ટૉપ 10 ટીવી શો : નીચેની લિંક ક્લિક કરો

ટૉપ 10 ટીવી શો : નીચેની લિંક ક્લિક કરો

Latest TRP : જોધા અકબર મોટી છલાંગ લગાવી બન્યો No 1, દીયા ઔર બાતી હમ મુશ્કેલીમાં...

English summary
Bhairavi Goswami is an actor, television host and an animal activist but she unabashedly calls herself a 'Sex Goddess'. She is Doing a featured Short Film 'Kamasutra-The Poetry Of Sex'.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more