• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ભોપાલ ઍરપોર્ટ નહીં, સ્પેસ ક્રાફ્ટ કહો જનાબ’

|

ભોપાલ, 15 ફેબ્રુઆરી : હાલ અમિતાભ બચ્ચન આખા પરિવાર સાથે ભોપાલ પહોંચ્યાં છે. અરે ભોપાલ નહીં, પણ સાસરે પહોંચ્યાં છે. અમિતાભ બચ્ચન અહીં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહનુ શૂટિંગ કરવા આવ્યાં છે, તો બીજી બાજુ તેમનો આખો પરિવાર તેમના સાસરે મસ્તી કરશે.

Amitabh

હા જી. અમિતાભ બચ્ચનનું સાસરૂં એટલે કે જયા બચ્ચનનું ઘર ભોપાલમાં છે. ગુરુવારે અમિતાભ બચ્ચન પોતાની ફૅમિલી સાથે ચાર્ટર્ડ વિમાનમાં ભોપાલ પહોંચ્યાં. તેમની સાથે તેમની સવા વર્ષની પૌત્રી આરાધ્યા પણ હતી. ભોપાલ ઍરપોર્ટ જોઈ અમિતાભ બચ્ચન એટલા બધા ગળગળા થઈ ગયાં કે તેમણે ભોપાલ ઍરપોર્ટને સ્પેસ ક્રાફ્ટની સંજ્ઞા આપી દીધી. અમિતાભે ભોપાલ ઍરપોર્ટની પોતાના બ્લૉગમાં ખૂબ પ્રશંસા કરી છે.

નોંધનીય છે કે જયાના માતા ઇંદિરા ભાદુરી અહીં શ્યામલા હિલ્સ વિસ્તારમાં આવેલ અંસલ ઍપાર્ટમેંટના એક ફ્લૅટમાં રહે છે. તેમને જ મળવા જયા, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન અને આરાધ્યા પહોંચ્યાં છે.

હકીકતમાં અમિતાભ બચ્ચન હાલ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાની બહુચર્ચિત ફિલ્મ સત્યાગ્રહનું શૂટિંગ ભોપાલ ખાતે કરી રહ્યાં છે. ફિલ્મમાં અમિતાભ અણ્ણા હઝારેની મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. જોકે પ્રકાશ ઝાએ તેમની ફિલ્મ અણ્ણા હઝારે કે અરવિંદ કેજરીવાલ ઉપર આધારિત હોવાનો ઇનકાર કર્યો છે. ફિલ્મમાં અભિનેત્રી કરીના કપૂર છે કે જે એક પત્રકારની ભૂમિકામાં છે.

English summary
Bhopal Airport is just Like Space Craft said Amitabh Bachchan on His Blog. He reached Bhopal with Baby Aaradhya Bachchan for Prakash Jha's film Satyagrah. ભોપાલ ઍરપોર્ટને સ્પેસ ક્રાફ્ટ તરીકે વર્ણવતાં અમિતાભ.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more