
ઈન્સ્ટાગ્રામ પર ભૂમિ પેડનેકરે પોસ્ટ કર્યા એવા ફોટા, પાર કરી બોલ્ડનેસની બધી હદ
મુંબઈઃ બૉલિવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર હાલમાં તેની આગામી ફિલ્મ 'રક્ષા બંધન'ને લઈને ચર્ચામાં છે. અક્ષય કુમાર ફિલ્મ 'રક્ષા બંધન'માં ભૂમિ પેડનેકર સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મ રક્ષાબંધનના શુભ તહેવાર પર એટલે કે 11 ઓગસ્ટે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરે બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે. તેણે આયુષ્માન ખુરાના સાથેની ફિલ્મ 'દમ લગા કે હઈશા'થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને હવે તેણે એક અલગ અને મોટુ સ્થાન બનાવી લીધુ છે. હાલમાં જ ભૂમિ પેડનેકરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ હૉટ લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હૉટ ફોટો
ભૂમિ પેડનેકર માત્ર સારી એક્ટિંગ જ નથી કરતી પણ તે ખૂબ જ સુંદર પણ છે. લોકો ભૂમિ પેડનેકરના જોરદાર વખાણ કરે છે. ફિલ્મોમાં અભિનયની સાથે સાથે ભૂમિ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. ભૂમિ પેડનેકર તેની પ્રોફેશનલ લાઈફ તેમજ તેની સોશિયલ મીડિયા પોસ્ટ માટે પણ લોકોમાં ચર્ચાનો વિષય રહે છે. ભૂમિ પેડનેકર ક્યારેક દેશી સ્ટાઈલમાં તો ક્યારેક હૉટનેસનો ઉમેરીને ચાહકોનુ દિલ જીતી લે છે. આ સ્થિતિમાં ફરી એકવાર ભૂમિ પેડનેકરે કેટલાક ફોટા શેર કર્યા છે.
જુલાઈમાં મનાવશે પોતાનો જન્મદિવસ
ભૂમિ પેડનેકરે તેના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ભૂમિ પેડનેકર ખૂબ જ હૉટ લાગી રહી છે. સાથે જ આ તસવીરોમાં ભૂમિ પેડનેકરની કિલર સ્માઈલ પણ તેના ફેન્સનુ દિલ જીતી રહી છે. પોતાની આ બોલ્ડ તસવીરો શેર કરતા ભૂમિ પેડનેકરે કેપ્શનમાં લખ્યું છે - જન્મદિવસનો મહિનો. તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરનો જન્મદિવસ 18 જુલાઈએ છે. ભૂમિ પેડનેકરના ફોટા અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.

નવાઝુદ્દીન વિશે કહી આ વાત
મળતી માહિતી મુજબ અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષા બંધન' બાદ ભૂમિ પેડનેકર અભિનેતા નવાઝુદ્દીન સાથે ફિલ્મ 'અફવા'માં જોવા મળશે. આ ફિલ્મ વિશે ભૂમિએ કહ્યુ હતુ કે- નવાઝુદ્દીન આપણી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે. જ્યારે તમે આવા મહાન અભિનેતા સાથે કામ કરતા હોય ત્યારે તમારે તમારી મહેનત પણ બમણી કરવી પડશે. વળી, હું હંમેશાથી સુધીર સર સાથે કામ કરવા માંગતી હતી. ફિલ્મ 'અફવા' મારા માટે વધુ ખાસ છે કારણ કે અનુભવ અને ભૂષણ સાથે હું 'ભીડ' પછી ફરી કામ કરી રહી છુ.

હિટ ફિલ્મો માટે રહો તૈયાર
છેલ્લા કેટલાક સમયથી ભૂમિ પેડનેકરનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ રહ્યું છે. ભૂમિએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મો પોતાના નામે કરી છે. અહેવાલ છે કે ભૂમિ પેડનેકર ટૂંક સમયમાં 'મિસ્ટર લેલે', 'રક્ષાબંધન' અને 'અફવા'માં જોવા મળશે. વિકી કૌશલ 'મિસ્ટર લેલે'માં ભૂમિ સાથે, 'રક્ષા બંધન'માં અક્ષય કુમાર અને 'અફવા'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. આ દિવસોમાં ભૂમિ 'રક્ષાબંધન' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ભૂમિના ચાહકો ફિલ્મ રક્ષાબંધનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.