
બિગ બૉસ ફેમ આરતી સિંહનો પહેલી વાર બિકિનીમાં સૌથી હૉટ લુક, જુઓ Pics
મુંબઈઃ બિગ બૉસ 13 દરમિયાન આરતી સિંહે ઘણી લોકપ્રિયતા મેળવી. શોમાંથી નીકળ્યા બાદ આરતી સિંહે પોતાની ફિટનેસ પર ઘણુ ધ્યાન આપ્યુ. હાલમાં જ તેણે પોતાના સ્વજનો સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. ત્યારબાદ તે વેકેશન પર જતી રહી. એ કહેવામાં કોઈ શંકા નથી કે આરતી સિંહ ઘણી બોલ્ડ રીતે ઈનસ્ટાગ્રામ પર જોવા મળી રહી છે. કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભાણી આરતી સિંહે બેક ટુ બેક પોતાના બિકિની ફોટા શેર કર્યા છે. માલદીવમાં બિકિની પહેરીને તેણે એવી ધમાલ મચાવી જેના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર છવાયા ફોટા
તમને જણાવી દઈએ કે બિગ બૉસ બાદ આરતી સિંહે પોતાનુ વજન ઘણુ ઘટાડી દીધુ છે. આરતી સિંહે એક નહિ પરંતુ આવા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર છવાયા છે. ચાલો, જોઈએ આ ફોટા..

આરતી સિંહનો હૉટ ફોટો
આરતી અહીં બિકિની પહેરીને પાણી વચ્ચે પોઝ આપતી જોવા મળી રહી છે.

આરતી સિંહનો ફોટો
આરતીનો આ સેંસેશનલ ફોટાની જોરદાર પ્રશંસા થઈ રહી છે. સ્પષ્ટ છે કે તે અહીં પોતાનો સમય ખૂબ જ એન્જૉય કરી રહી છે.

આરતી સિંહનુ ગ્લેમર
સનગ્લાસીઝ અને બિકિની સાથે આરતી સિંહનુ ગ્લેમર જામી રહ્યુ છે.

આરતી સિંહનો હૉટ લુક
ખુલ્લા વાળ સાથે બ્લ્યુ બિકિનીમાં આરતી સિંહ કોઈ સુપર હૉટ હસીનાથી કમ નથી લાગી રહી.