મુંબઈની 5 સ્ટાર હોટલમાં પ્રિયાંક શર્માએ કરી વિકાસ ગુપ્તાને મારવાની કોશિશ, જાણો કારણ
બિગ બૉસના ઘરમાં પોતાની દુશ્મનીને દોસ્તીમાં બદલ્યા બાદ એક વાર ફરીથી વિકાસ ગુપ્તા અને પ્રિયાંક શર્મા એકબીજાના દુશ્મન બની ગયા છે. મુંબઈની એક 5 સ્ટાર હોટલમાં આવો જ માહોલ જોવા મળ્યો. જ્યારે હોટલને પ્રિયાંક શર્મા અને વિકાસ ગુપ્તાએ મળીને બિગ બૉસનું ઘર બનાવી દીધુ હતુ. જ્યાં બંને વચ્ચે એવી ફાઈટ થઈ કે દરેક જણ જોતા રહી ગયા. એક વેબસાઈટ પરથી મળેલી માહિતી મુજબ બંને વચ્ચેની નોકઝોક ક્યારેય ન ખતમ થનાર નફરતમાં બદલાઈ ગઈ છે.

મામલો બન્યો ગંભીર
મામલો અહીં સુધી પહોંચી ગયો કે બંને એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા. પરંતુ છેવટે એવુ શું થયુ કે મુંબઈના એ 5 સ્ટાર હોટલમાં જ્યાં મામલો આટલો ગંભીર બની ગયો.

આ રીતે શરૂ થઈ ફાઈટ
બબાલ ત્યારે થઈ જ્યારે એક સાથે વિકાસ ગુપ્તા અને પ્રિયાંક શર્મા આ હોટલમાં જિમમાં વર્ક આઉટ કરી રહ્યા હતા. એક વેબસાઈટે આ લડાઈની પળેપળની વિસ્તારથી માહિતી આપી છે.

લૉકર રૂમની તરફ
બન્યુ એવુ કે વિકાસ જિમમા વર્ક આઉટ કરી રહ્યા હતા. ત્યારે ત્યાં પ્રિયાંક શર્મા પણ આવી ગયા. ત્યારબાદ વિકાસ પોતાના કપડા લેવા અને બાકીનો સામાન મૂકવા માટે લૉકર રૂમ તરફ આગળ વધે છે.

પ્રિયાંકે રોક્યો વિકાસનો રસ્તો
વિકાસ જેવા પોતાનો સામાન મૂકીને પાછા વળે છે તો જુએ છે કે પ્રિયાંક તેમની પાછળ ઉભો છે. ત્યાં હાજર લોકો મુજબ પ્રિયાંક રસ્તો રોકીને ઉભો હતો. તે વિકાસને ત્યાંથી જવા દેવા નહોતો માંગતો.

પ્રિયાંકે માર્યો વિકાસને ધક્કો
વિકાસ વારંવાર પ્રિયાંકને આમ ન કરવાની વિનંતી કરી રહ્યા હતા. તે ન માન્યા તો વિકાસે પ્રિયાંકને હટી જવાની ચેતવણી આપી. તેમછતાં પ્રિયાંક નથી હટતો. આ દરમિયાન પ્રિયાંક વિકાસને ધક્કો મારે છે.

જિમમાંથી ભાગવાની કોશિશ, પ્રિયાંકે માર્યુ
એટલામાં એકતરફ જઈને પ્રિયાંક વિકાસનો વીડિયો બનાવવાની કોશિશ કરે છે. ત્યારે વિકાસ જિમની બહારની તરફ ઝડપથી ભાગી જાય છે. ત્યારબાદ પ્રિયાંક વિકાસને રોકવા માટે તેની પર પાણીની બોટલ ફેંકીને મારવાની કોશિશ કરે છે.

પોલિસને બોલાવવાની ધમકી
પોતાની પર થયેલા આ હુમલાને જોઈને વિકાસ બહાર જઈને બૂમો પાડે છે અને પોલિસને બોલાવવાની ધમકી પ્રિયાંકને આપે છે. ત્યારે જ ત્યાં બેનાફ્શા સૂનાવાલા આવી જાય છે. જો કે વિકાસના જતા જ પ્રિયાંક શાંત થઈ જાય છે. પરંતુ ત્યાં હાજર લોકો આ જોઈને ચોંકી જાય છે.

વિકાસે આ મામલે કહ્યુ કે
પ્રિયાંકે આ મામલે કોઈ માહિતી આપી નથી. પરંતુ જ્યારે એક વેબસાઈટે વિકાસ પાસેથી જાણવા ઈચ્છ્યુ તો તેમનુ કહેવુ હતુ કે તે આ વિશે વાત કરવા નથી ઈચ્છતા. વાત કરવાથી ફરીથી એ વ્યક્તિને ન્યૂઝમાં આવવાનો મોકો મળી જશે.
આ પણ વાંચોઃ UNમાં ટેરર ફંડિંગ પર પાસ થયો મોટો પ્રસ્તાવ, ભારતે પાકને ગણાવ્યુ આતંકીઓનું મદદગાર