• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિગ બૉસ-16 માટે 1000 કરોડ રૂપિયા ફી? સલમાન ખાને તોડ્યુ મૌન, ખુદ જણાવ્યુ શું છે સત્ય

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ રિયાલિટી શો બિગ બૉસની 16મી સિઝનનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે અને આ વખતે પણ બૉલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાન આ શોને હોસ્ટ કરશે. જો કે, મીડિયામાં વચ્ચે એવા અહેવાલો આવ્યા હતા કે સલમાન ખાને બિગ બૉસ છોડી દીધુ છે અને હવે તે શોનો ભાગ નહી રહે. વળી, બિગ બૉસ માટે સલમાન ખાનની ફી વિશે ઘણા અહેવાલો આવ્યા હતા. હવે સલમાને પોતે આગળ આવીને આ બધી અફવાઓનો જવાબ આપ્યો છે. સલમાન ખાને કહ્યુ છે કે તે બિગ બૉસની 16મી સીઝનનો ભાગ કેમ બની રહ્યો છે.

'જો 1000 કરોડ રૂપિયા મને મળ્યા તો...'

'જો 1000 કરોડ રૂપિયા મને મળ્યા તો...'

મંગળવારે સાંજે બિગ બૉસ 16ના પ્રીમિયર પહેલા, સલમાન ખાને પ્રેસ કૉન્ફરન્સમાં પોતાના વિશેની તમામ અફવાઓનો જવાબ આપ્યો. વાસ્તવમાં, મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે સલમાન ખાને બિગ બૉસની 16મી સીઝન માટે 1000 કરોડની ફી લીધી છે. તેના પર સલમાન ખાને કહ્યુ, 'બિગ બોસમાં મારી ફી વિશે જે પણ સમાચાર ચાલી રહ્યા છે તે બધા ખોટા છે. જો મને ક્યારેય 1000 કરોડ રૂપિયા મળશે, તો હું આખી જીંદગીમાં ફરી કામ નહિ કરુ.'

'મારા વકીલ પણ સલમાન ખાનથી ક્યાં કમ છે'

'મારા વકીલ પણ સલમાન ખાનથી ક્યાં કમ છે'

સલમાન ખાને આગળ કહ્યુ, 'એક દિવસ એવો આવશે જ્યારે હું પણ આટલી મોટી ફી લઈશ અને જો મને આ રકમ મળે તો મારા ખર્ચા પણ ક્યાં ઓછા છે. આમાં વકીલની ફી પણ છે જેમની મને ખરેખર જરૂર છે. મારા વકીલો પણ સલમાન ખાનથી કંઈ કમ નથી. અત્યારે હું તેનો ચોથો ભાગ પણ કમાતો નથી. તમારા આ અહેવાલો ઈન્કમટેક્સ અને ઈડીના અધિકારીઓ પણ વાંચે છે.'

'આ લોકો મને લેવા માટે મજબૂર'

'આ લોકો મને લેવા માટે મજબૂર'

બિગ બૉસ છોડવાના સમાચાર પર સલમાન ખાને કહ્યુ, 'હું પણ ક્યારેક નારાજ થઈ જાઉ છુ અને આ લોકોને કહુ છુ કે હું શો કરવા નથી માંગતો. પરંતુ આ લોકો મને લેવા મજબૂર છે. જો મને નહિ લે તો કોને લેશે? જો કે એ તેમના પર નિર્ભર છે કે એ લોકો મારી પાસે આવે છે કે નહિ. હું મારી જાતે જતો નથી પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ નથી.'

English summary
Bigg Boss 16: Salman Khan reveals truth about his 1000 crores fees for Bigg Boss 16.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X