Pics : બિગ બૉસ 7માં લાગશે ક્રિકેટ-ફિલ્મી તડકો!

મુંબઈ, 31 જુલાઈ : બિગ બૉસ 7ના ઘરે આ વર્ષે અનેક નવા સ્પર્ધકો આવવાની શક્યતા સેવાઈ રહી છે. બિગ બૉસ 7 માટે સલમાને આ વખતે 130 કરોડ કરતાં પણ વધુ પૈસા લીધા હોવા અંગે પણ અનેક અટકળો ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ બિગ બૉસ 7 હોસ્ટ કરવા માટે એટલે કે માત્ર 26 એપિસોડ્સ માટે સલમાન ખાને પૂરા 130 કરોડ રુપિયાની માંગણી કરી છે, પણ આ રકમ માત્ર કૉન્ટ્રૅક્ટ પેપર્સ ઉપર લખેલી છે. જ્યાં સુધી વાસ્તવિકતાની વાત છે, તો આ શો માટે સલમાને 130 કરોડ કરતાં પણ વધુની માંગણી કરી છે.

બિગ બૉસ 7માં આવવા માટે એમ તો આ વર્ષે ઘણા સ્પર્ધકો તૈયાર છે, પણ હજી કંઈ નક્કી થયું નથી. સાંભળવામાં આવે છે કે સલમાને કહેતાં સૂરજ પંચોલીને જરૂર આ વર્ષે બિગ બૉસમાં બોલાવવામાં આવી રહ્યાં છે, કારણ કે બિગ બૉસ એક એવું પ્લેટફૉર્મ છે કે જ્યાં આવી નવા કલાકારોને ઓળખ મળે છે અને સફળતાના દ્વાર પણ ખુલી જાય છે. એમ તો સૂરજ પંચોલી સાથે સલમાનનો પોતાના પ્રોડક્શન હાઉસ હેઠળ બનનાર હીરો ફિલ્મ કરવાનો ઇરાદો છે, પણ તેઓ એમ પણ વિચારે છે કે બિગ બૉસમાં આવતાં સૂરજ પંચોલી ફિલ્મ પહેલા જ પ્રસિદ્ધિ પામી જશે કે જેનો ફાયદો ફિલ્મને હિટ કરાવવામાં થઈ શકશે.

નોંધનીય છે કે સૂરજ પંચોલી બૉલીવુડ કૅરિયર શરૂ કરતાં પહેલાં જ જિયા ખાન આત્મહત્યા કેસના પગલે બદનામ થઈ ગયા છે અને હાલ જામીન હેઠળ છે.

આવો તસવીરો સાથે જાણીએ બિગ બૉસ 7માં આ વર્ષે કોણ-કોણ દેખાઈ શકે :

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

બિગ બૉસ 7માં આ વર્ષે પ્રસિદ્ધ ક્રિકેટર યુવરાજ સિંહ આવવાની અટકળો છે. કહે છે કે કૅંસરની સારવાર બાદ સક્રિય થયેલા યુવરાજ હાલ ટીમ ઇન્ડિયામાંથી બાકાત છે. એટલે તેઓ આ શોમાં આવી પોતાના કૅરિયરને એક નવી શરુઆત આપવા માંગે છે. યુવરાજના પિતા યોગરાજ પણ ઇચ્છે છે કે યુવરાજ બિગ બૉસમાં ભાગ લે.

હરભજન-શ્રીસંત

હરભજન-શ્રીસંત

યુવરાજ ઉપરાંત હરભજન સિંહ અને એસ. શ્રીસંત પણ બિગ બૉસનો ભાગ બની શકે છે. શ્રીસંત વિવાદાસ્પદ ક્રિકેટર છે અને બિગ બૉસમાં બોલાવી શોની ટીઆરપી વધારી શકાય છે.

ચંકી પાન્ડે

ચંકી પાન્ડે

ક્રિકેટરો ઉપરાંત એવા એક્ટર્સને પણ બોલાવી શકાય છે કે જેમનું કૅરિયર નથી ચાલી રહ્યું. તેમાં ચંકી પાન્ડે, નવીન બજાજનો સમાવેશ થાય છે.

સૂરજ-આદિત્ય

સૂરજ-આદિત્ય

સલમાનની ખૂબ જ નજીક ગણાતાં સૂરજ પંચોલી પણ બિગ બૉસમાં આવવાની શક્યતા છે. સલમાન તો સૂરજને બ્રેક પણ આપવા જઈ રહ્યાં છે.

પૂનમ-શર્લિન

પૂનમ-શર્લિન

હવે વાત છે એંટરટેનમેંટની, તો તેના વગર બિગ બૉસ અધૂરૂં જ રહી જાય. એટલે જ તો છેલ્લી સીઝનોમાં રાખી સાવંત, વીણા મલિક, સન્ની લિયોનની જેમ આગામી સીઝનમાં પૂનમ પાન્ડે તથા શર્લિન ચોપરાને બોલાવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X