બિગ બોસની હોટ પ્રતિસ્પર્ધી મંદાના કરીમીનું હોટ ફોટોશૂટ

Posted By:
Subscribe to Oneindia News

મંદના કિરમી, આ ઇરાનીયન-ઇન્ડિયન મોડેલ અને એક્ટ્રેસે તેનું બોલીવૂડ ડેબ્યૂ ફિલ્મ રોયથી કર્યું હતું. જે બાદ તે ભાગ જોહ્નીમાં પણ સપોર્ટીંગ રોલમાં જોવા મળી હતી. જો કે બોલીવૂડમાં સારું કામ ના મળતા તેણે પોતાનું લક બિગ બોસમાં અપનાવાનું વિચાર્યું. બિગ બોસ 9માં એન્ટ્રી મેળવેલી મંદનાને આવવાની સાથે જ ભારે દુખ ઉઠાવવા પડ્યા.

હાલમાં જ બિગ બોસથી બહાર નીકળેલી રૂપલ ત્યાગીએ મંદનાને આ શોની સૌથી સેલ્ફીશ યુવતી કહી છે. એટલું જ નહીં મંદનાનું પણ ઘરમાં કોઇ વ્યક્તિ સાથે કંઇ બાસ બનતું નથી.

 

વધુમાં હાલમાં જ મંદના મે ઔર ચાર્લ્સ નામની ચાર્લ્સ શોભરાજ પર આધારિત ફિલ્મમાં રૂપેરી પડદે પણ નજરે પડવાની છે. જો કે મંદનાનો ગેટઅપ લિઝ હર્લી જેવો લાગે છે અને આ જ કારણે એકતા કપૂર તેને ક્યાં કૂલ હૈ હમમાં હિરોઇન તરીકે લેવાનું વિચારી રહી હતી. વધુમાં અફવા તો એ પણ ઉડી હતી કે મંદના અને તૂષાર કપૂર એક સમયે એક બીજાના ખૂબ જ ક્લોઝ હતા.

ત્યારે બિગ બોસ 9ની આ ક્રોન્ટ્રોવર્સીઅલ પ્રતિસ્પર્ધીના કેટલાક હોય ફોટો જુઓ અહીં...

લિઝ હર્લી જેવું લૂક
  

લિઝ હર્લી જેવું લૂક

બોલીવૂડમાં મંદના કિરમી ઓળખ તેના હોલીવૂડની જાણીતી અભિનેત્રી લિઝ હર્લી જેવા દેખાવના કારણે મળી.

ઇરાની ઓરીજન
  

ઇરાની ઓરીજન

ઇરાની અને ભારતીય ઓરીજનની મંદનાએ અત્યાર સુધીમાં રોય, ભાગ જ્હોની જેવી બોલીવૂડ ફિલ્મો પણ કરી છે.

ક્યા કૂલ હૈ હમ 3
  

ક્યા કૂલ હૈ હમ 3

એટલું જ નહીં હાલમાં મેં ઔર ચાર્લ્સ ફિલ્મમાં પણ મંદના દેખાવાની છે. વળી ક્યા કૂલ હૈ હમમાં તેની લીડ રોલ પણ કરી રહી છે.

મોડેલ
  
 

મોડેલ

જો કે ફિલ્મોમાં સફળતા મેળવાના પહેલા મંદનાએ મોડલિંગ પણ કર્યું છે અને સફળ પણ રહી છે.

તૂષાર કપૂર સાથે અફેર
  

તૂષાર કપૂર સાથે અફેર

ગોસિપની ગલીઓમાં તો એવી પણ વાત થાય છે કે મંદના અને તૂષાર કપૂરનો અફેર ચાલે છે અને આ જ કારણ કે ભાઇને ખુશ કરવા માટે એકતા કપૂરે ક્યા કૂલ હૈ હમ 3માં મંદનાને લીડ રોલ આપ્યો છે.

સ્વાર્થીનો આરોપ
  

સ્વાર્થીનો આરોપ

ત્યારે હાલમાં જ બિગ બોસ 9માંથી બહાર નીકળેલી રૂપલ ત્યાગીએ મંદનાને આ શોની સૌથી સ્વાર્થી વ્યક્તિ ગણાવી હતી.

લગ્નનો વિવાદ
  

લગ્નનો વિવાદ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટનું માનીએ તો મંદના લલિત તેહલન નામના મોડેલે જોડે લગ્ન પણ કરી ચૂકી છે. જો કે મંદનાનું કહેવું છે કે લલિત તેનો બોયફ્રેન્ડ છે પતિ નહીં.

બિગ બોસમાં એન્ટ્રી
  

બિગ બોસમાં એન્ટ્રી

જો કે બિગ બોસ 9માં મંદનાની ધમાકેદાર એન્ટ્રી તો થઇ પણ ક્યાં સુધી બિગ બોસ 9માં મંદના પોતાનો પગ જમાવશે તે તો હવે જોવું જ રહ્યું.

મંદનાનું શું કહેવું છે?
  

મંદનાનું શું કહેવું છે?

જો કે મંદનાનું કહેવું છે કે તેને કોઇ ફેમની જરૂર નથી. તે બિગ બોસ 9માં ફેમ મેળવવા માટે નથી આવી તેણે કહ્યું કે મારી પાસે ક્યા કૂલ હૈ હમ જેવી ફિલ્મ છે જ હું તો બસ દર્શકો મારી સાથે વધુ સારી રીતે જોડાઇ શકે તે માટે બિગ બોસમાં આવી છું.

હોટ એક્ટ્રેસ
  

હોટ એક્ટ્રેસ

ત્યારે હોટ એક્ટ્રેસ તરીકે ઓળખાતી મંદના કિરમીને બિગ બોસ 9 કેટલો ફાયદો પહોંચાડે છે અને તેના કેરિયરને તેનાથી કેટલું આગળ આવે છે તે તો હવે જોવું જ રહ્યું.

English summary
Bigg Boss 9 Contestant Mandana Karimi Hot Photoshoot
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.