નેહા ધૂપિયાની આ લેટેસ્ટ હોટ તસવીરો જોઇ દંગ રહી જશો...
નેહા ધૂપિયા બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ છે, પરંતુ તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ નથી દેખાડી શકી. ઉનાળાની આ ગરમીમાં થોડા દિવસો પહેલાં જ તે સ્વિમિંગ પૂલ પર બિકિનીમાં સ્પોટ થઇ હતી. કહેવું પડે, આટલા વખત પછી પણ નેહા બિકિનીમાં એટલી જ હોટ દેખાય છે. બિકિનીમાં પૂલ પર મજા માણતી નેહાની લેટેસ્ટ તસવીરો જુઓ અહીં..

નેહા ધૂપિયા
નેહા ધૂપિયા આ બિકિનીમાં ખૂબ હોટ લાગી રહી છે, તેની આ તસવીર થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. જો કે, હાલ તે ફિલ્મોમાંથી લગભગ ગાયબ છે.

ઉંમર સાથે વધુ સુંદર
નેહાની આ તસવીરો જોઇ લાગી રહ્યું છે કે, તેનું નામ જલ્દી જ બોલિવૂડની એવી એક્ટ્રેસિસમાં એડ થશે જે ઉંમર સાથે વધુ સુંદર થતી જાય છે. નેહા ખરેખર હજુ પણ ખૂબ ફ્રેશ અને હોટ દેખાય છે.

મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ
તમને યાદ જ હશે, વર્ષ 2002માં નેહાએ મિસ યુનિવર્સમાં ભાગ લીધો હતો અને ટોપ 10 કન્ટેસ્ટન્ટમાં તેનો સમાવેશ થયો હતો. ત્યાર બાદ વર્ષ 2003માં તેણે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અજય દેવગણ સાથે ડેબ્યૂ
નેહાની પહેલી બોલિવૂડ ફિલ્મ હતી કયામત, જેમાં તેની સાથે અજય દેવગણ હતા. ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી નહોતી. ફિલ્મના વખાણ થયા હતા, પરંતુ લોકોનું વધારે ધ્યાન રિયા સેનના હોટ અવતાર અને અજય દેવગણની એક્ટિંગ પર જ ગયું હતું.

એક્ટિંગ કરિયર
નેહા ધૂપિયાનું બોલિવૂડમાં એક્ટિંગ કરિયર કંઇ ખાસ નથી રહ્યું. વર્ષ 2016માં તે સાંતા બાંતા પ્રાઇવેટ લિ. અને મોહ માયા મની જેવી ફિલ્મોમાં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ હતી. આ ફિલ્મો ક્યારે આવી અને ક્યારે ગઇ એ પણ ઘણાને ખબર નથી.

જૂલીથી મળી ઓળખાણ
નેહાને બોલિવૂડમાં ખરી ઓળખાણ ફિલ્મ જૂલીથી મળી હતી. આ ફિલ્મમાં તેના ખૂબ વખાણ થયા હતા. વર્ષ 2004માં આવેલી આ ફિલ્મ સુપરહિટ ગઇ હતી, એક યુવતી દેહ વેપારમાં કઇ રીતે ફસાય છે તેની આ વાર્તા છે.

ટેલિવિઝન
નેહા ધૂપિયા ટેલિવિઝન પર કેટલાક રિયાલીટિ શોમાં પણ જોવા મળી છે. વર્ષ 2011માં તેણે કોમેડી સરકરસ હોસ્ટ કર્યું હતું. વર્ષ 2016થી તે એમટીવી રોડીઝનો ભાગ છે, આ વર્ષના રોડીઝમાં પણ તે જોવા મળી રહી છે.