• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રેક અપના સમાચારો વચ્ચે અર્જૂન કપૂર સાથે વેકેશન પર પહોંચી મલાઈકા અરોરા, બિકિનીમાં બતાવ્યો બોલ્ડ અવતાર

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બૉલિવુડની સૌથી ચર્ચિત જોડી મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર વચ્ચે બ્રેકઅપના સમાચારો છેલ્લા અમુક દિવસોથી આવી રહ્યા છે. સમાચારોમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે કોઈ વાતને લઈને મલાઈકા અને અર્જૂન એકબીજા સાથે વાત નથી કરી રહ્યા. વળી, બંને એજ ગેપ વિશે પણ ઘણી વાર સવાલો ઉઠતા રહે છે. એવામાં અટકળો લગાવવામાં આવી રહી હતી કે કદાચ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયુ છે પરંતુ બંનેએ પોતાના ઈન્સ્ટા પર અમુક એવા ફોટા શેર કર્યા છે ત્યારબાદ આ અટકળો પર સંપૂર્ણપણે વિરામ લાગી ગયુ છે. બંને માલદીવમાં વેકેશન મનાવી રહ્યા છે. મલાઈકા અને અર્જૂનના રોમેન્ટીક ફોટા સામે આવ્યા ત્યારબાદ એ અંગેની અટકળો ખોટી સાબિત થઈ કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ.

મલાઈકા-અર્જૂનના રોમેન્ટીક ફોટા

મલાઈકા-અર્જૂનના રોમેન્ટીક ફોટા

મલાઈકા અને અર્જૂક કપૂર એકસાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે ખૂબ જ સુંદર ડેસ્ટીનેશન માલદીવ પહોંચ્યા છે. બંનેએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર અમુક ફોટા શેર કર્યા છે ત્યારબાદથી બંને લવ બર્ડસના રિલેશન વિશે થઈ રહેલી અટકળો પર વિરામ લાગી ગયુ છે. જો કે આ ફોટામાં બંને સાથે નથી પરંતુ બેકગ્રાઉન્ડમાં સુમુદ્ર કિનારે બંને એક જગ્યાએ હોવાની સાબિતી આપી રહ્યા છે. આ ફોટામાં અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને એકસાથે ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે.

શર્ટલેસ અર્જૂન અને મલાઈકાનો બિકિની ફોટો

શર્ટલેસ અર્જૂન અને મલાઈકાનો બિકિની ફોટો

આ ફોટામાં જ્યાં અર્જૂન પોતાની હૉટ બૉડીને ફ્લૉન્ટ કરતો દેખાઈ રહ્યો છે ત્યાં બીજી પોસ્ટમાં મલાઈકા બિકિનીમાં પોતાની હૉટનેસનો જલવો વિખેરી રહી છે. મલાઈકા અને અર્જૂન ત્રણ વર્ષથી વધુ સમયથી રિલેશનશીપમાં છે. બંનેએ પોતાના રિલેશનને ઑફિશિયલ કરી દીધુ છે. બંને ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરે છે. બંને વચ્ચે ઘણો એજ ગેપ છે પરંતુ આ કપલે ક્યારેય તેની પરવા નથી કરી. અર્જૂન પહેલા પણ ઘણી વાર કહી ચૂક્યો છે કે તે મલાઈકા સાથે ખૂબ જ ખુશ છે. વળી, મલાઈકાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલીને કહ્યુ કે અર્જૂન એ વ્યક્તિ છે જે તેને અંદર અને બહારથી સારી રીતે જાણે છે.

વેકેશનમાં મલાઈકાનો બોલ્ડ અવતાર

વેકેશનમાં મલાઈકાનો બોલ્ડ અવતાર

અર્જૂન સાથે વેકેશન પર પહોંચેલી મલાઈકા અરોરાએ પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે. મલાઈકા અરોરાનો આ કાતિલ અવતાર લોકોના દિલોને ધડકાવી રહ્યો છે. વેકેશનના ફોટામાં મલાઈકા બિકિનીમાં દેખાઈ રહી છે. બિકિનીમાં તેનુ ટોન્ડ બૉડી દેખાઈ રહ્યુ છે. પોતાની ફિટનેસ અને હૉટનેસ માટે મલાઈકા હંમેશા ચર્ચામાં રહે છે. જો વર્ક ફ્રંટની વાત કરીએ તો અર્જૂન કપૂર છેલ્લી વાર 'ભૂત પોલિસ'માં જોવા મળ્યા હતા. ટૂંક સમયમાં અર્જૂન કપૂર ડાયરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં દેખાશે.

English summary
Bikini-clad Malaika Arora and Arjun Kapoor enjoy their'romantic vacation in the Maldives amid break-up rulours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X