
બિપાશા બસુએ ગ્લેમરસ અંદાજમાં શેર માલદિવથી કરી તસવીર, યુઝર્સે અભિનેત્રી પાસે માંગી બોલ્ડ ડ્રેસ
ફિલ્મ અભિનેત્રી બિપાશા બાસુ હાલમાં પતિ કરણ સિંહ ગ્રોવર સાથે માલદીવમાં રજાઓ ગાળી રહી છે. આ દરમિયાન બિપાશા અને કરણ સતત પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તાજેતરમાં બિપાશાએ સ્વિમસ્યુટમાં પોતાની તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની આ તસવીરો અને વીડિયોને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

બિપાશાએ તસવીરો શેર કરી
બિપાશાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની તસવીરો પોસ્ટ કરી છે. બિપાશા ગ્રીન ફ્રીલ્ડ ક્રોપ ટોપમાં પોઝ આપી રહી છે. તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું - લવ યોર સેલ્ફ. બિપાશાના ચાહકો આ ફોટા પર ખુબ કમેંટ્સ કરી રહ્યા છે. ખાસ કરીને તેનો ડ્રેસ સોશિયલ યુઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. અન્ય યુઝરે તેમના ડ્રેસની પ્રશંસા કરતા તેમની પાસેથી આ ડ્રેસની માંગણી પણ કરી છે. બિપાશા અને કરણ આ વર્ષે ફેબ્રુઆરીમાં માલદીવ ગયા હતા. થોડા મહિનામાં તે બંને બીજી વખત માલદીવના પ્રવાસે ગયા છે.

બિપાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
બિપાશા બાસુ થોડા દિવસોથી ફિલ્મી અભિનયમાં બહુ સક્રિય નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મજબૂત છે. બિપાશા અવારનવાર તેના ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે. બિપાશા ઘણી વાર પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પણ પોતાની તસવીરો શેર કરે છે.

2016માં લગ્ન કર્યા
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર બંને અભિનય જગતના છે. 2015 ની ફિલ્મ 'અલોન'ના શૂટિંગ દરમિયાન બંનેની મિત્રતા થઈ હતી. જે પછી બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. એપ્રિલ 2016 માં બંનેએ લગ્ન કર્યા. બિપાશા બાસુએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણી એક બોલ્ડ અભિનેત્રી તરીકે ઓળખાય છે. તે જ સમયે કરણને મોટા પડદા કરતાં ટીવીથી વધુ ઓળખ મળી છે.