• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

...અને 'જંગલી બિલ્લી'ને ચોડી દિધો તમાચો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
મુંબઇ, 13 માર્ચ: બોલીવુડની બિન્દાસ બંગાળી એક્ટ્રેસ બિપાશા બાસુ એકદમ બોલ્ડ કલાકાર છે અને તેના પર હાથ ઉપાડવો તો સાંપના દરમાં હાથ નાખવા બરાબર છે. પરંતુ આ બોલ્ડ અને બિન્દાસ એક્ટ્રેસ પર કોણે હાથ ઉપાડનાર બીજું કોઇ નહી પણ તેની આગામી હોરર ફિલ્મ આત્મામાં તેમની પુત્રીનો રોલ કરી રહેલી ડોયલ ધવન છે. ડોયન ધવનને ફિલ્મના એક સીન દરમિયાન કહેવામાં આવ્યું હતું કે તે બિપાશા બાસુને થપ્પડ મારવાનું કહેવામાં આવ્યું તો કોણે ખબર હતી કે આ થપ્પડની ગુંજ બિપાશાના કાનોમાં ગુંજશે અને આ પ્રકારનો સીન કરતાં પહેલાં તે સો વાર વિચાર કરશે. કારણ કે જરૂરી નથી કે જે વસ્તુ જોવામાં નાની હોય તે ખરેખર નાની હોય.

બન્યું એવું હતું કે બિપાશા બાસુ જ્યારે 'આત્મા' ફિલ્મનું શુટિંગ કરી રહી હતી ત્યારે એક સીનમાં બિપાશા બાસુની પુત્રી નિયાને બિપાશા બાસુને થપ્પડ મારવાની હતી. બિપાશા બાસુએ વિચાર્યું હતું કે ડોયલ તેને કેટલી જોરથી થપ્પડ મારશે, પરંતુ આ ચક્કરમાં બિપાશા બાસુને લેવાના દેવા પડી ગયા. જ્યારે સીન શુટ કરવામાં આવ્યો તો ડોયલે એટલી જોરથી તમાચો ઝીંકી દિધો કે બિપાશા બાસુ ગાલ પકડીને બેસી ગઇ.

ડોયલના નાના હાથોથી એટલી જોરથી તમાચો પડ્યો કે બિપાશા બાસુને ચકલીઓ ઉડવા લાગી. બિપાશા બાસુ જે કસરતને લઇને ઘણી સજાગ રહે છે અને જો કે પોતાની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે એ પણ એક જ તમાચામાં હલી ગઇ. અત્રે ઉલ્લેખનીય છે કે બિપાશા બાસુને ખબર પડી ગઇ હશે કે બાળકોને ક્યારેય નાના સમજવા જોઇએ નહી, જો કે બિપાશા બાસુને અચાનક લગાવવામાં ખાસ રિએક્ટ કર્યું ન હતું અને આ વાત અહીં જ ખતમ થઇ ગઇ હતી. પરંતુ થોડીવાર માટે બધા જરૂર ચોંકી ઉઠ્યા હતા.

English summary
Bipasha Basu recently slapped by Doyle Dhawan duing the shoot of Aatma movie. While shooting Doyle Dhawan was asked to slap Bipasha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X