Birthday: રાખી સાવંતને બળજબરી KISSથી લઈને છેડતી સુધી, મીકા સિંહના પાંચ મોટા વિવાદો
બૉલિવુડમાં પોતાના અવાજથી બધાને દીવાના બનાવનાર મીકા સિંહ આજે પોતાનો 43મો જન્મદિવસ મનાવી રહ્યા છે. મીકા સિંહ વાસ્તવિક લાઈફમાં સિંગર દિલેર મહેંદીના ભાઈ છે. મીકા સિંહ એ સિંગર છે જેમના અવાજ પર સલમાન ખાનથી લઈને શાહરુખ ખાન પણ નાચી ચૂક્યા છે. રીમિક્સ અને પાર્ટીવાળા ગીતો માટે આજે પણ મીકા સિંહના અવાજને જ પસંદ કરવામાં આવે છે. આવો જન્મદિવસના પ્રસંગે તમને જણાવીએ મીકા સિંહના ટૉપ વિવાદ.
મીકા સિંહનુ અસલી નામ અમરીક સિંહ છે. તે 6 ભાઈઓમાં સૌથી નાના છે. પોતાના મોટા ભાઈ દિલેર સિંહ પણ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકપ્રિય છે. મીકા સિંહને ગાવાની પ્રેરણા પિતા પાસેથી મળી. મીકા સિંહના લોકપ્રિય ગીતોની વાત કરીએ તો આંખ મારે, અંખિયો સે ગોલી મારે, ચિંતા તા ચિતા ચિતા, ગો ગો ગોવિંદા, 440 વૉલ્ટ જેવા ઘણી ગીતો છે. વળી, મીકા સિંહ પોતાના ગીતો ઉપરાંત કૉન્ટ્રોવર્સી માટે પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા છે.

મીકા સિંહ અને રાખી વિવાદ
14 વર્ષ પહેલા પોતાની જ બર્થડે પાર્ટીમાં બળજબરીથી રાખી સાવંતને કિસ કરવાનો આરોપ લાગ્યો હતો. આ વીડિયો ફોટો એટલા વાયરલ થયા હતા કે ઘણા વર્ષો વીતી ગયા બાદ પણ તે આ વિવાદ મામલે વધુ ચર્ચામાં રહે છે. વળી, મીકા સિંહનુ કહેવુ હતુ કે રાખી સાવંત તેના બર્થડેમાં એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ સાથે આવી ધમકી હતી. મીકા તેના ઓવર ફ્રેન્ડલી વ્યવહારથી ઈરિટેડ થવા લાગ્યા હતા. વળી, મીકાએ કહ્યુ હતુ કે રાખી બળજબરી કેક લગાવી રહી હતી જ્યારે તે જાણતી હતી કે મને સ્કીનની એલર્જી છે. એટલા માટે મને ગુસ્સો આવી ગયો.

મીકા સિંહ છેડતી મામલે કસ્ટડીમાં
બે વર્ષ પહેલા એક વાર ફરીથી મીકા સિંહ બ્રાઝિલની યુવતી સાથે છેડતીના આરોપમાં ઘેરાયા હતા. એટલુ જ નહિ 17 વર્ષની એક સગીર યુવતીના યૌન શોષણ અને અશ્લીલ ફોટા મોકલવાનો આરોપ પણ લાગ્યો હતો. ત્યારબાદ તેને કસ્ટડીમાં લઈ ગયા હતા.

પાકિસ્તાનમાં પર્ફોર્મ કરીને મીકા સિંહનો ઉપજ્યો વિવાદ
પાકિસ્તાનમાં મુશર્રફના સંબંધીના લગ્નમાં મીકા સિંહના પર્ફોર્મન્સ બાદ પણ ખૂબ જ વિવાદ થયો હતો. આ મામલો ત્યારે આવ્યો હતો જ્યારે જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવી હતી. જે દરમિયાન પાકિસ્તાન-ભારત વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો.

મીકાએ જ્યારે ડૉક્ટરને મારી થપ્પડ
એક શો દરમિયાન મીકા સિંહે એક ડૉક્ટરને થપ્પડ મારી દીધી હતી. આ અંગે સફાઈમાં મીકા સિંહે કહ્યુ હતુ કે તે તેને જેમતેમ બોલી રહ્યો હતો.

મીકા સિંહનો હિટ એન્ડ રન કેસ
મીકા સિંહનો હિટ એન્ડ રન કેસ વર્ષ 2014 સાથે જોડાયેલો છે. એ દરમિયાન તેના પર એક ઑટોરિક્ષાને ઠોકર મારવાનો આરોપ લાગ્યો હતો.
અલાના પાંડેના બિકિની ફોટા જોઈ મહિલાએ કરી કમેન્ટ, 'આ ગેંગરેપને લાયક છે'