• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Spcl : હૉટેસ્ટ અને કિલર બૉડીનો માલિક છે અર્જુન રામપાલ

|

મુંબઈ, 26 નવેમ્બર : મૉડેલમાંથી અભિનેતા બનેલા અર્જુન રામપાલની ગણતરી બૉલીવુડના સુંદર અભિનેતાઓમાં થાય છે, પરંતુ આ અભિનેતા પોતાની જાતને કૉમન મૅન ગણાવે છે. એટલે જ તો તેઓ એક ખાસ અભિનેતા તરીકે ઉપસી આવે છે.

અર્જુન રામપાલ આજે 42 વર્ષના થઈ ગયાં. તેમનો આજે જન્મ દિવસ છે. બૉલીવુડમાં તેમણે 2001માં કૅરિયરની શરુઆત કરી હતી. જોકે તેઓ કોઈ બહુ ઊંચો મુકામ હાસલ નથી કરી શક્યાં, પરંતુ આમ છતાં પોતાની સશક્ત એક્ટિંગ અને સુંદર દેખાવના કારણે તેઓ બૉલીવુડમાં સ્થાપિત થવામાં સફળ રહ્યાં છે.

મધ્ય પ્રદેશમાં જબલપુર ખાતે 26મી નવેમ્બર, 1972ના રોજ જન્મેલ અર્જુનના પિતાનું નામ અમરજીત તેમજ માતાનું નામ ગ્વેન છે. અર્જુને તામિળનાડુની કોડાઇકનાલ ઇંટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પછી તેમણે દિલ્હીની હિન્દૂ કૉલેજમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભિનેત્રી કિમ શર્મા તેમના દૂરના બહેન થાય છે.

અર્જુન રામપાલે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને સુપર મૉડેલ મેહર જેસિયા સાથે લગ્ન કર્યાં છે. તેમને બે બાળકો મહિકા તેમજ માયરા છે. અર્જુન રામપાલ આજકાલ એક કમ્પની ચલાવે છે કે જે દેશમાં મોટા-મોટા આયોજનો જેમ કે આઈપીએલ, ફિલ્મ લૉન્ચિંગ પાર્ટી તેમજ એફ વન રેસ પછીની પાર્ટીઓ યોજે છે. તેમની કમ્પનીનું નામ એલએપી એટલે કે લાઑંગ એન્ડ પાર્ટી છે.

આવો તસવીરો સાથે બતાવીએ અર્જુનની ફિલ્મી કૅરિયરની વિગતો :

આમ મળી પહેલી ફિલ્મ

આમ મળી પહેલી ફિલ્મ

અર્જુન રામપાલ પોતાના કૅરિયરના પ્રાથમિક દિવસોમાં ઊટી ખાતે શેખર કપૂર સાથે એક જાહેરખબર શૂટ કરતા હતાં. ત્યારે દિગ્દર્શક અશોક મહેતા અને શેખર કપૂરે અર્જુનને જણાવ્યું કે તેમણે ફિલ્મો કરવી જોઇએ, પણ તે જ દરમિયાન અર્જુનને લંડન, ન્યુયૉર્કમાં એડનું કૉન્ટ્રૅક્ટ મળ્યું. અર્જુન મૉડેલિંગ નહોતા છોડવા માંગતા. તેથી જ તેમને મોક્ષ ફિલ્મમાં કામ કરવાની ઑફર અંગે વિચારવામાં એક વર્ષનો સમય લાગી ગયો. આખરે તેમણે મોક્ષ ફિલ્મ કરી અને મૉડેલિંગને બાય-બાય કહી દીધું.

બહેતરીન અભિનેતા

બહેતરીન અભિનેતા

અર્જુનની બીજી ફિલ્મ પ્યાર, ઇશ્ક ઔર મોહબ્બત રિલીઝ થઈ. જોકે મોક્ષ અને આ બીજી ફિલ્મ બંને ફ્લૉપ રહી, પરંતુ બંને ફિલ્મોમાં અર્જુનના કામના વખાણ થયાં. પોતાની પ્રારંભિક ફિલ્મોમાં સારા અભિનય વડે અર્જુને પોતાને એક બહેતરીન અભિનેતા તરીકે સાબિત પણ કરી.

સોલો સક્સેસથી વંચિત

સોલો સક્સેસથી વંચિત

હિન્દી ફિલ્મના હીરોના તમામ ગુણો હોવા છતા અર્જુનના ફિલ્મી કૅરિયરને તેવી ઉંચાઈ હાસલ ન થઈ કે જેના તેઓ હકદાર હતાં. અર્જુનની સફળ ફિલ્મોમાં એક અજનબી અને ડૉન જેવી જ ગણીગાંઠી ફિલ્મો છે, પરંતુ આ ફિલ્મોને પણ એકલા અર્જુનની ફિલ્મો ન કહી શકાય. એક અજનબી અમિતાભ બચ્ચન તથા ડૉન શાહરુખ ખાનની ફિલ્મો તરીકે વધુ જાણીતી છે.

વિવિધ ભૂમિકાઓ

વિવિધ ભૂમિકાઓ

આકર્ષક હીરોની છબીથી દૂર અર્જુન રામપાલ છેલ્લા કેટલાંક વખતથી વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી રહ્યાં છે. ઓમ શાંતિ ઓમમાં ખલનાયક, તો મેરેડિયન તેમજ ધ લાસ્ટ લીયર જેવી ફિલ્મોમાં ચરિત્ર ભૂમિકાઓ કરનાર અર્જુન રામપાલ રા.વન ફિલ્મમાં પણ નેગેટિવ ભૂમિકામાં દેખાયા હતાં.

રાજનીતિ-સત્યાગ્રહમાં અસરકાર

રાજનીતિ-સત્યાગ્રહમાં અસરકાર

અર્જુન રામપાલે 2010માં આવેલી રાજનીતિ તથા 2013માં આવેલી સત્યાગ્રહ ફિલ્મમાં અસરકારક ભૂમિકા ભજવી હતી. રાજનીતિ માટે તેમને આઇફા ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતાં. આ અગાઉ 2008માં આવેલી રૉક ઑન ફિલ્મ માટે અર્જુન રામાલ સર્વશ્રેષ્ઠ-સહ-અભિનેતાનો ફિલ્મફૅર ઍવૉર્ડ મેળવવામાં સફળ રહ્યા હતાં. આ ફિલ્મ માટે તેમને સર્વશ્રેષ્ઠ સહ-અભિનેતાનો નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો હતો.

સતત સક્રિય

સતત સક્રિય

પોતાની જાતને સામાન્ય માણસ ગણતા અર્જુન રામપાલ સતત સક્રિય છે. તાજેતરના વર્ષોમાં અર્જુનની હીરોઇન, ઇનકાર, ડી ડે અને સત્યાગ્રહ જેવી ફિલ્મો રિલીઝ થઈ.

વધુ પ્રોજેક્ટ્સ

વધુ પ્રોજેક્ટ્સ

અર્જુન રામપાલ આગામી સમયમાં રૉય, રૉક ઑન 2, ધ લીજેન્ડ ઑફ કુણાલ, ફૅમિલીવાલા તથા યહાં કે હમ સિકંદર જેવી ફિલ્મોમાં દેખાનાર છે.

પત્ની સાથે

પત્ની સાથે

અર્જુન રામપાલ પોતાની પત્ની સાથે રૅમ્પ પર ચાલતા દેખાય છે.

બદનામી

બદનામી

અર્જુન રામપાલ તાજેતરમાં હૃતિક રોશન અને સુઝાન ખાનના છુટાછેડા અંગે ખૂબ ચર્ચામાં રહ્યા હતાં.

સ્પષ્ટતા

સ્પષ્ટતા

અર્જુન રામપાલે સ્પષ્ટ કર્યુ હતું કે હૃતિક-સુઝાનના સંબંધ વિચ્છેદ માટે તેઓ કોઈ પણ રીતે જવાબદાર નથી.

English summary
Arjun Rampal turns 42 on November 26th. On his birthday lets check out his hottest pictures with him showing his killer body. See his hot pics here...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more