For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારત રત્ન' લતા મંગેશકરને 93માં જન્મદિવસે મળી અનમોલ ભેટ, બાળપણથી હતી આ ઈચ્છા

આજે 'ભારત રત્ન' લતા મંગેશકરનો 93મો જન્મદિવસ છે. સ્વરકોકિલાને આજે અઢળક શુભકામનાઓ સાથે ઘણી બધી ભેટ પણ મળી રહી છે પરંતુ...

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે 'ભારત રત્ન' લતા મંગેશકરનો 93મો જન્મદિવસ છે. સ્વરકોકિલાને આજે અઢળક શુભકામનાઓ સાથે ઘણી બધી ભેટ પણ મળી રહી છે પરંતુ આ જન્મદિવસે તેમને એવી અનમોલ ભેટ મળી છે જેનુ સપનુ તેમણે બાળપણમાં જોયુ હતુ. વાસ્તવમાં લતા મંગેશકર શરૂઆતથી જ જાણીતા સિંગર-એક્ટર કેએલ સહેગલના ફેન હતા. તેઓ ઈચ્છતા હતા કે એક દિવસ તે કેએલ સહેગલ સાથે એક ડ્યુએટ ગીત ગાય પરંતુ તેમની આ ઈચ્છા પૂરી ન થઈ શકી કારણકે લતાના જાણીતા પ્લેબેક સિંગર બનતા પહેલા જ કેએલ સહેગલનો સ્વર્ગવાસ થઈ ગયો.

લતા મંગેશકરને 93માં જન્મદિવસે મળી અનમોલ ભેટ

લતા મંગેશકરને 93માં જન્મદિવસે મળી અનમોલ ભેટ

લતા મંગેશકરના ભત્રીજા અને સિંગ બૈજૂ મંગેશકરે તેમની આ ઈચ્છા પૂરી કરી દીધી છે. તેમણે પોતાના સહયોગી અને સંગીતકાર જતિન શર્મા સાથે મળીને લતા મંગેશકર અને કેએલ સહેગલના ગાયેલા અલગ-અલગ ગીતોને આધુનિક ટેકનિકની મદદથી એક સાથે જોડી દીધા છે જેને સાંભળ્યા બાદ તમને એવુ જ લાગશે કે લતા અને સહેગલે એક સાથે આ ગીત ગાયુ છે.

'આ એક અધુરા સપનાને પુરુ કરવા સમાન છે'

'આ એક અધુરા સપનાને પુરુ કરવા સમાન છે'

બંને લોકોએ વર્ષ 1940માં રિલીઝ થયેલી ફિલ્મ 'જિંદગી'ના હિટ ગીત 'મે ક્યા જાનૂ ક્યા જાદૂ હે' ગીત ગાયુ છે. આ ભેટ જોયા બાદ ભાવુક થઈ ગયેલા લતાએ કહ્યુ કે, 'આ અનમોલ ભેટ છે કારણકે આજે મે સહેગલ સાહેબ સાથે મારો અવાજ સાંભળ્યો છે, આ એક અધૂરા સપનાને પુરુ કરવા સમાન છે, આધુનિક ટેકનિક માટે આભાર, આ ઉપહાર વાસ્તવમાં અમૂલ્ય છે.'

આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભકામના

આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભકામના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટ કર્યુ કે, 'આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભકામના. તેમનો સુરીલો અવાજ આખી દુનિયામાં ગુંજે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યે તેમની વિનમ્રતા અને જૂનુન માટે તેમનુ સમ્માન કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે, તેમના આશીર્વાદ મહાન શક્તિનો સ્ત્રોત છે. હું લતા દીદીના લાંબા અને આરોગ્યપ્રદ જીવનની કામના કરુ છુ.@mangeshkarlata'

અમિત શાહે પણ આપી શુભકામના

અમિત શાહે પણ આપી શુભકામના

દેશના ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને કહ્યુ કે, 'સાદગી તેમજ સૌમ્યતાની પ્રતિમૂર્તિ સ્વર કોકિલા આદરણીય @mangeshkarlata દીદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવુ છુ. લતા દીદીએ પોતાના મધુર અવાજથી ભારતીય સંગીતને આખા વિશ્વમાં ગુંજાયમાન કર્યુ છે. તમે સદૈવ સ્વસ્થ રહો તેમજ દીર્ઘાયુ બનો એવી ઈશ્વરને પ્રાર્થન કરુ છુ.'

English summary
Birthday: Bharat Ratna Lata Mangeshkar got a priceless gift, wanted this thing since childhood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X