Happy B'day Veena : કંડોમ વેચ્યા બાદ ‘સતી-સાવિત્રી’!
મુંબઈ, 26 ફેબ્રુઆરી : વિવાદોની મલ્લિકા અને ડ્રામા ક્વીન નામે જાણીતી વીણા મલિકનો આજે જન્મ દિવસ છે. તાજેતરમાં જ ફિલ્મોમાંથી નિવૃત્તિ અને દુબઈના કરોડપતિ બિઝનેસમૅન બશીર ખાન સાથે નિકાહ કરનાર વીણા મલિકે પાકિસ્તાન, ભારત અને દુબઈ જેવા દેશોમાં મન મૂકીને વિવાદોની એક સિરીઝ તૈયાર કરી છે. ક્રિકેટની પિચથી માંડી બૉલીવુડના દર સુધી દરેક જગ્યાએ વીણા મલિક એક અશ્લીલતાનો જ પર્યાય બનીને સામે આવ્યાં. આમ છતાં સતત ટીકાઓનો ભોગ બનેલા વીણા મલિક અંગે આજે પણ લોકો જાણવા આતુર રહે છે.
બદનામ હુએ તો ક્યા, નામ તો હુઆ... જેમ કામ કરનાર વીણા મલિક આજે પોતાનો જન્મ દિવસ પહેલી વાર પતિ બશીર ખાનની બાહોમાં ઉજવી રહ્યાં છે. 26મી ફેબ્રુઆરી, 1984ના રોજ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં જન્મેલા વીણાએ ગત વર્ષે જ પોતાના જન્મ દિવસે એક અનોખો રેકૉર્ડ બનાવી લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નંધાવ્યુ હતું. આ રેકૉર્ડ હતો એક મિનિટમાં સૌથી વધુ કિસ કરવાનો. વીણા મલિકાનું સાચુ નામ ઝાહિદા મલિક છે. અગાઉ તેઓ મૅગેઝીન માટે ટૉપલેસ તથા એમએમએસ કાંડ કરી ચર્ચામાં રહી ચુક્યાં છે. પોતાની આવી જ બોલ્ડનેસના કારણે તેમને કંડોમ કમ્પનીઓએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર સુદ્ધા બનાવ્યા હતાં. વીણા મલિક બૉલીવુડમાં પણ કાર્યરત્ હતાં. તેઓ છેલ્લે ઝિંદગી 50 50 ફિલ્મમાં દેખાયા હતાં. તેમણે ધ ડર્ટી પિક્ચરની સાઉથ રીમેકમાં સિલ્ક સ્મિતાનો રોલ કર્યો હતો.
ચાલો જોઇએ તસવીરો સાથે જાણીએ વીણા મલિક સાથે જોડાયેલ વિવાદો :

ક્રિકેટર આસિફના પ્રેમિકા
વીણા મલિક 2009માં ચર્ચામાં આવ્યાં કે જ્યારે તેમનું નામ મૅચ ફિક્સિંગમાં ફસાયેલા પાકિસ્તાની ક્રિકેટર મહોમ્મદ આસિફ સાથે જોડાયું. કહેવાયું કે બંનેએ 2009માં લંડનમાં લગ્ન કર્યા હતાં, પણ વીણાએ આ વાતનો ઇનકાર કર્યો. થોડાક સમય બાદ વીણા મલિક મહોમ્મદ આસિફ સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવી તથા તેમની સાથે જોડાયેલ મૅચ ફિક્સિંગની અનેક બાબતો લઈ મીડિયા સામે આવ્યાં. તે અંગે મોટો હોબાળો થયો હતો.

બિગ બૉસ 4
2010માં વીણાએ ભારતમાં પગ મૂક્યાં બિગ બૉસ 4 સાથે. તેમાં વીણાએ શોના સ્પર્ધક અશ્મિતપટેલ સાથે અશ્લીલતાનો એવા સ્વાંગ રચ્યો કે જેથી શોને બંધ કરવાની માંગણી ઊભી થઈ.

અમીષા સાથે ઝગડો
બિગ બૉસમાં નજીક આવેલા વીણા અને અશ્મિતની નિકટતાઓ શો બાદ પણ ચાલુ રહી. કહે છે કે બંને પોતાના સંબંધો અંગે ગંભીર હતા અને લગ્ન કરવા માંગતા હતાં, પણ અશ્મિતના બહેન અમીષા પટેલને વીણા પસંદ નહોતાં. તેથી બંનેનો ઝગડો થયો અને પછી વીણા-અશ્મિતનું બ્રેક-અપ થઈ ગયું.

મૅગેઝીન માટે ન્યુડ
વીણાએ એફએચએમ મૅગેઝીનના કવર પેજ માટે ન્યુડ થઈ હોબાળો મચાવી દીધો હતો. તેમની ટૉપલેસ તસવીર કવર પેજપર છપાઈ કે જેમાં આઈએસઆઈ એજંટ લખેલુ હતું. આ અંગે વીણાની ભારતથી લઈ પાક સુધી ટીકાઓ થઈ. વીણાએ સ્પષ્ટ કર્યુ કે તેમણે કંઇ જ ખોટુ નથી કર્યું. તેઓ માત્ર ટૉપલેસ થયા હતાં. ન્યુડ નહીં. આઈએસઆઈ અંગે તેમને કોઈ લેવું-દેવું નથી.

ઇસ્લામમાંથી બર્ખાસ્ત
વીણાની આવી હરકતથી પાકિસ્તાનમાં તહેલકો મચી ગયો હતો અને ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેમને ઇસ્લામમાંથી બર્ખાસ્ત કરી દીધા હતાં. એટલુ જ નહીં, વીણાના માતા-પિતાએ પણ તેમને પોતાની ઝિંદગી અને દોલતમાંથી બેદખલ કરી દીધા હતાં.

ચુંબનનો રેકૉર્ડ
વીણાએ ગત વર્ષે પોતાના જન્મ દિવસે એક મિનિટમાં સૌથી વધુ કિસ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. આ રેકૉર્ડ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયો હતો.

એમએમએસ લીક
ગત વર્ષે જ વીણાનું એક એમએમએસ ઇંટરનેટ પર લીક થયુ હતું કે જેમાં તેઓ એક મૉડેલ સાથે સમ્પૂર્ણ ઇંટીમેટ હતાં.

કંડોમ વહેંચ્યા
ઝિંદગી 50 50 ફિલ્મના પ્રમોશન દરમિયાન વીણાએ રેડ લાઇટ એરિયામાં જઈ ત્યાંના વર્કર્સને કંડોમ વહેંચ્યા હતાં અને ખૂબ ચર્ચાઓ એકઠી કરી હતી.

અશ્લીલતાની હદો ઓળંગી
હિટ હિન્દી ફિલ્મ ધ ડર્ટી પિક્ચરની કન્નડ રીમેકમાં વીણાએ સિલ્ક સ્મિતનો રોલ કર્યો હતો કે જેમાં તેમણે પડદા ઉપર એટલી અશ્લીસતા પિરસી નાંખી કે કેટલાક સમાજિક સંગઠનોએ ફિલ્મ અને વીણા સામે બૅન લગાવવાની વાત કરી હતી.

લગ્ન અને સંન્યાસ
25મી ડિસેમ્બ, 2013ના રોજ અચાનક સમાચાર આવ્યાં કે વીણા મલિકે દુબઈમાં પાકિસ્તાન મૂળના બિઝનેસ ટાયકૂન બશીર ખાન સાથે ચુપચાપ લગ્ન કરી લીધાં છે. વીણાએ વધુ એક આંચકો આપ્યો કે તેઓ એક મૌલવી સાહેબની વાત માની ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ રહ્યાં છે.