• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'અંદાઝ'માં પ્રિયંકા ચોપડા -અક્ષય કુમારનુ સૌથી બોલ્ડ ફોટોશૂટ, મચી હતી બબાલ, પછી તોડ્યા સંબંધ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બરેલી ગર્લ પ્રિયંકા ચોપડા આજે ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. કરોડોની કમાણી કરતી પ્રિયંકા ચોપડા જોનસનો જન્મદિવસ 18 જુલાઈએ આવે છે. પ્રિયંકા ચોપડાએ 18 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કરીને એ સાબિત કરી દીધુ હતુ કે તે બૉલિવુડની ક્વીન બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હિંદી સિનેમામાં પ્રિયંકા ચોપડાએ વર્ષ 2003માં અંદાઝ ફિલ્મમાં બીજી લીડ ભૂમિકામાં જોવા મળી. અક્ષય કુમાર સાથે બોલ્ડ રોમાન્સ કરીને મોટા પડદે પ્રિયંકા ચોપડા છવાઈ ગઈ. આજે પણ જ્યારે પ્રિયંકા ચોપડા સાથે કોઈની સ્ક્રીન પર જોડી યાદ કરવામાં આવે ત્યારે તેમાં અક્ષય કુમારનુ પણ નામ આવે છે. પ્રિયંકા ચોપડા સાથે અંદાઝ ફિલ્મમાં અભિનેત્રી લારા દત્તાએ પણ ડેબ્યુ કર્યુ હતુ. પ્રિયંકા ચોપડા લોકોના દિમાગમાં છવાઈ જવામાં સંપૂર્ણપણે સફળ રહી.

'આએગા મઝા અબ બરસાત કા' ગીતમાં બતાવી બોલ્ડનેસ

'આએગા મઝા અબ બરસાત કા' ગીતમાં બતાવી બોલ્ડનેસ

અંદાઝ ફિલ્મ માટે પ્રિયંકા ચોપડાને ફિલ્મફેર બેસ્ટ સહાયક અભિનેત્રીનો અવૉર્ડ પણ મળ્યો. અંદાઝમાં એક ગીતમાં પ્રિયંકાએ સૌથી વધુ બોલ્ડનેસ બતાવી છે. 'આએગા મઝા અબ બરસાત કા' ગીતમાં પ્રિયંકા ચોપડાએ બેક ટુ બેક અક્ષયકુમાર સાથે ઘણા હૉટ સીન આપ્યા છે. વળી, ફિલ્મ માટે પ્રિયંકા ચોપડા અને અક્ષય કુમારનુ બોલ્ડ ફોટોશૂટ પણ સામે આવ્યુ.

અક્ષયકુમાર સાથે પહેલી ફિલ્મ સુપરહિટ

અક્ષયકુમાર સાથે પહેલી ફિલ્મ સુપરહિટ

પ્રિયંકા ચોપડાએ પોતાના કરિયરમાં 40થી વધુ ફિલ્મો આપી છે. તેની અમુક જ ફિલ્મો બૉક્સ ઑફિસ પર સુપરહિટ સાબિત થઈ છે. પ્રિયંકા ચોપડાએ પોતાની ડેબ્યુ ફિલ્મ અંદાઝ સાથે જ ખુદને બૉલિવુડની હિટ અભિનેત્રીની ગણતરીમાં શામેલ કરી દીધી. અંદાઝે બૉક્સ ઑફિસ પર લગભગ 16 કરોડની કમાણી કરી. અક્ષય કુમારની જોડી પ્રિયંકા ચોપડા સાથે પહેલી ફિલ્મ સાથે જ સુપરહિટ થઈ ગઈ. પ્રિયંકા ચોપડાએ અક્ષય કુમાર સાથે બેક ટુ બેક 5 ફિલ્મો કરી જેમાં એતરાઝ, મુઝસે શાદી કરોગી અને વક્ત ફિલ્મ શામેલ છે.

અક્ષય અને પ્રિયંકાની કૉન્ટ્રોવર્સી

અક્ષય અને પ્રિયંકાની કૉન્ટ્રોવર્સી

પ્રિયંકા ચોપડા એક તરફ અક્ષય કુમાર સાથે પડદા પર સુપરહિટ ફિલ્મો આપી રહી હતી ત્યારે બીજી તરફ અંગત જીવનમાં પણ પ્રિયંકા ચોપડાનુ નામ અક્ષય કુમાર સાથે જોડાયુ. મીડિયા રિપોર્ટની માનીએ તો વક્ત ફિલ્મના સેટ પર અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા શૂટિંગ કરી રહ્યા હતા એવામાં અચાનક અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સેટ પર પહોંચી ગઈ. ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર વચ્ચે ઘણી તકરાર થઈ.

પછી ક્યારેય ન કર્યુ અક્ષય અને પ્રિયંકા ચોપડાએ કામ

પછી ક્યારેય ન કર્યુ અક્ષય અને પ્રિયંકા ચોપડાએ કામ

ખરેખર શું બાબત હતી એ કોઈને ખબર નથી પરંતુ મીડિયા રિપોર્ટમાં એમ કહેવામાં આવે છે કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના વચ્ચેની લડાઈનુ કારણ પ્રિયંકા ચોપડા હતી. પ્રિયંકા ચોપડા અને અક્ષય કુમાર વચ્ચે અફેરના સમાચારો એ દિવસોમાં બૉલિવુડ ગલીઓથી લઈને છાપાના પહેલા પાના પર છવાયેલા હતા. કહેવાય છે કે અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડાએ એ નક્કી કરી લીધુ કે તે ક્યારેય એકબીજા સાથે કામ નહિ કરે.

પ્રિયંકા ચોપડાએ પછી પાછુ વળીને ન જોયુ, કરી કરોડોની કમાણી

પ્રિયંકા ચોપડાએ પછી પાછુ વળીને ન જોયુ, કરી કરોડોની કમાણી

અંગત જીવનમાં વિવાદો વચ્ચે પ્રિયંકા ચોપડાએ કામમાં વેગ પકડ્યો. પોતાની સુંદરતાના દમ પર બૉલિવુડમાં એન્ટ્રી કરનારી પ્રિયંકા ચોપડાએ અભિનેત્રી તરીકે પણ ખુદને અગણિત ફિલ્મોમાં સાબિત કરી છે. પ્રિયંકા ચોપડાએ પોતાની ગણતરી સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીની લિસ્ટમાં કરી લીધી. ઋતિક રોશન, સલમાન ખાન, રણબીર કપૂર સાથે પ્રિયંકા ચોપડાએ પોતાના કરિયરની બ્લૉક બસ્ટર ફિલ્મો આપી. પ્રિયંકા ચોપડાની ફિલ્મ ક્રિશ 3એ બૉક્સ ઑફિસ પર 176 કરોડની કમાણી કરી. વર્ષ 2012માં રિલીઝ થયેલી અગ્નિપથ સાથે પ્રિયંકા ચોપડાએ 100 કરોડનો આંકડો પાર કર્યો.

પ્રિયંકા ચોપડાની ફિલ્મોએ કરી બંપર કમાણી

પ્રિયંકા ચોપડાની ફિલ્મોએ કરી બંપર કમાણી

વર્ષ 2011માં પ્રિયંકા ચોપડા અને શાહરુખ ખાનની ફિલ્મ ડૉન 2એ પણ 100 કરોડનો આંકડો પાર કર્યો. વર્ષ 2012માં રિલીઝ થયેલી બર્ફીમાં ઉમદા અભિનય સાથે પ્રિયંકા ચોપડા 100 કરોડના આંકડા સાથે નંબર વન અભિનેત્રી બની. આ દરમિયાન વર્ષ 2015માં રિલીઝ થયેલી બાજીરાવ મસ્તાનીની કાશીબાઈની ભૂમિકાને હજુ ભૂલી નથી શકતા. આ ફિલ્મે બંપર 183 કરોડથી વધુની કમાણી કરી.

પ્રિયંકા ચોપડાએ કહ્યુ - બહુ મુશ્કેલ રહી મારી સફર

પ્રિયંકા ચોપડાએ કહ્યુ - બહુ મુશ્કેલ રહી મારી સફર

'ફેશન' અને 'એતરાઝ' જેવી ફિલ્મો પ્રિયંકા ચોપડાના કરિયર માટે મિલનો પત્થર સાબિત થઈ છે. પ્રિયંકા ચોપડાએ ખુદ જ સ્વીકાર કર્યો કે આ બંને ફિલ્મો ના કરવાની સલાહ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ તેને આપી હતી. એતરાઝમાં પ્રિયંકા ચોપડાએ નેગેટીવ ભૂમિકા નિભાવી. ફેશનમાં પ્રિયંકાએ આખી ફિલ્મને પોતાના ખભે સરસ રીતે ઉપાડી. પ્રિયંકા ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તેની બૉલિવુડની સફર પડકારોથી ભરેલી રહી.

English summary
Birthday: Priyanka chopra 'Andaaz' film bold photoshoot with Akshay Kumar and big Controversy, see pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X