• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birthday: 96 કિલોની સારા અલી ખાન કેવી રીતે બની ગઈ બિકિની બૉડી ક્વીન, જુઓ હૉટ ફોટા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનને હવે કોઈ ઓળખની જરૂર નથી. સ્ટાર કિડ્ઝથી લઈને સ્ટાર બનવા સુધીની સફર સારા અલી ખાન પસાર કરી ચૂકી છે. વર્ષ 2008માં કેદારનાથથી ડેબ્યુ કરનાર સારા અલી ખાનનો જન્મ 12 ઓગસ્ટ, 1995ના રોજ થયો હતો. કેદારનાથ, સિંબા અને લવ આજ કલ સાથે સારાએ પોતાની સુંદરતા અને બોલ્ડ લુકથી પોતાના નામ આગળ સ્ટાર લગાવી દીધુ છે. ટૂંક સમયમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે અતરંગીમાં જોવા મળશે. સારા અલી ખાનની જિંદગીમાં સૌથી વધુ ચર્ચા તેના વેઈટ લૉસની રહી છે.

સારા અલી ખાન હિંદી સિનેમામાં ડેબ્યુ કરતા પહેલા 96 કિલો વજનની થઈ ગઈ હતી. આનુ કારણ એક બિમારી રહી છે. સારા અલી ખાને અત્યાર સુધીમાં પોતાનુ 46 કિલો વજન ઘટાડ્યુ છે જે એવા દરેક વ્યક્તિ માટે પ્રેરણા સમાન છે કે જે મેદસ્વીપણાના કારણે નિરાશ રહે છે. સારા અલી ખાને હિંમત ન હારી અને પોતાના વજનને ઘટાડીને ખુદને ફિટ બનાવવાનો નિર્ણય કર્યો.

સારા અલી ખાનનુ બિમારીના કારણે વધ્યુ વજન

સારા અલી ખાનનુ બિમારીના કારણે વધ્યુ વજન

સારા અલી ખાનનુ વજન વધવાનુ કારણ PCOD એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ બિમારી રહ્યુ છે કે જે હૉર્મોનનુ બેલેન્સ બગડવાના કારણે થાય છે. ચાલો, ફોટા દ્વારા તમને બતાવીએ કે કેવી રીતે સારા અલી ખાને પોતાનુ 46 કિલો વજન ઘટાડીને આજે બિકિની બૉડીથી સોશિયલ મીડિયા પર સૌથી વધુ પસંદ કરાતી અભિનેત્રી બની ગઈ છે.

સારા અલી ખાનનુ વજન 96 કિલો

સારા અલી ખાનનુ વજન 96 કિલો

સારા અલી ખાને ડેબ્યુથી ઘણા વર્ષો પહેલા જ પોતાના વજન પર કામ કરવાનુ શરૂ કર્યુ. સારા અલી ખાને 96 કિલોતી 55 કિલોની સફર પસાર કરી છે કે જે કામ સરળ નથી. આના માટે સારા અલી ખાને પોતાના ખાનપાન અને લાઈફસ્ટાઈલમાં મોટો ફેરફાર કર્યો છે. બીજી છોકરીઓની જેમ સારા અલી ખાને પણ ઘણા પ્રકારના ડાયેટ કરવાની કોશિશ કરી પરંતુ આ બધુ તેને કામ ન લાગ્યુ.

સારા અલી ખાનની સેક્સી ફિગર

સારા અલી ખાનની સેક્સી ફિગર

સારા અલી ખાને છેવટે એક ડાયેટ ફૉલો કર્યુ. જેમાં તેને રોજ એક જ વસ્તુ ત્રણ વાર ખાવાની હોય છે. ખાસ કરીને ચિકન અને એગ્ઝ. સાથે જ પોતાના વર્કઆઉટ પર સારા અલી ખાને એવુ ફોકસ કર્યુ કે આજે એ તેની આદત બની ચૂક્યુ છે. સારા અલી ખાને ખુદ કહ્યુ છે કે ઓવરવેઈટ હોવાના કારણે તેણે વૉકિંગ સાથે કાર્ડિયો અને હેવી વર્કઆઉટ સાથે પોતાના પગ પર કામ કરવાનુ શરૂ કર્યુ. સારા અલી ખાન કોઈ બ્રેક વિના રોજ ઘણા કલાકો સુધી વર્કઆઉટ કરતી આવી છે.

સારા અલી ખાને યોગાથી બનાવી બિકિની બૉડી

સારા અલી ખાને યોગાથી બનાવી બિકિની બૉડી

સારા અલી ખાને સલાડ અને વધુ પાણી પીવા પર ફોકસ કર્યુ. આનાથી સારા અલી ખાને પોતાની કેલેરી બનર્ન કરી છે. યોગ પણ સારા અલી ખાનના દિવસનો એક ખાસ ભાગ છે. ડેઈલી સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ સારા અલી ખાન રોજ કરે છે. સારા અલી ખાન ગેમ પર પણ ફોકસ કરે છે. સારાએ ભાઈ ઈબ્રાહીમ અલી ખાન સાથે મલીને ટેનિસ પણ રમવાનુ શરૂ કર્યુ.

સારા અલી ખાનનો બિકિની લુક

સારા અલી ખાનનો બિકિની લુક

સારા અલી ખાન એક નહિ પરંતુ ઘણી વાર પોતાની વેઈટ લૉસ જર્ની પર વાત કરી ચૂકી છે. તેણે આના માટે એક વીડિયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સારા અલી ખાન છેલ્લા એક વર્ષથી પોતાના બિકિની લુક અને સેક્સી ફિગરને લઈને ચર્ચામાં છે. સારા અલી ખાનના ઈન્સ્ટાગ્રામ પર 30 મિલિયનથી વધુ ફૉલોઅર્સ છે. સારા અલી ખાન પોતાની ફિટનેસ સાથે જોડાયેલા વીડિયો પણ શેર કરે છે. તેણે જ્હાનવી કપૂર સાથે પણ પોતાનો જિમ ટ્રેનિંગ વીડિયો શેર કર્યો હતો. જ્યાં બંને અભિનેત્રી કઠોર મહેનત કરતી દેખાઈ હતી.

સારા અલી ખાનનો બોલ્ડ ફોટો

સારા અલી ખાનનો બોલ્ડ ફોટો

સારા અલી ખાન સ્ટાઈલ અને ફેશન મામલે પણ કોઈથી કમ નથી. દેશી અને બિકિની લુકમાં સારા અલી ખાનનો જલવો હંમેશા છવાયેલો રહે છે. સલવાર સૂટ, બિકિની કે પછી સાડી ગમે તે હોય સારા અલી ખાનનો દરેક લુક તેની સુંદરતાને વધાર છે. વન ઈન્ડિયા તરફથી સારા અલી ખાનને હેપ્પી બર્થડે.

English summary
Birthday: Sara Ali Khan weight loss journey from overweight to bikini body pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X