• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લોકોના ‘દિલને પાગલ' કરનાર માધુરીએ અટલ બિહારીને આ કામથી રોક્યા હતા...

|

આજે બોલિવુડની ચંદ્રમુખી અને મધુર સ્મિતની માલિક માધુરી દીક્ષિત નેનેનો જન્મદિવસ છે. જેમની નશીલી આંખોમાં આજે પણ લોકો તબાહ થવા માટે તૈયાર છે. નેવુના દશકમાં બોલિવુડ પર એકહથ્થુ શાસન કરનાર હિંદી સિનેમાની આ લિજેન્ડનો ડાંસ જોઈને આજે પણ લોકોનું દિલ પાગલ થઈ જાય છે. જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિતના દીવાના માત્ર ઈન્ડિયામાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ છે તેમના અભિનયના દીવાના આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ હતા એટલા માટે તેમની સાથે જોડાયેલો એક કિસ્સો બહુ ફેમસ થયો હતો.

આ પણ વાંચોઃ IASએ પોતાનું પરિણામ શેર કરી કહ્યુ, સીરિયસલી ના લો નંબર ગેમ, 10મામાં મને મળ્યા હતા 44.5%

માધુરીના કારણે અટલ બિહારી ન ખાઈ શક્યા ગુલાબજાંબુ

માધુરીના કારણે અટલ બિહારી ન ખાઈ શક્યા ગુલાબજાંબુ

વાસ્તવમાં મુંબઈમાં એક ચેરિટી કાર્યક્રમ હેઠળ એક ભોજ આયોજિત કરવામાં આવ્યુ હતુ જેમાં રમતગમત, રાજકારણ અને સિનેમા જગતની જાણીતી હસ્તીઓ શામેલ થઈ હતી. એ દિવસોમાં અટલ બિહારી દેશના પીએમ હતા પરંતુ તે ડાયાબિટીસના શિકાર હતા એટલા માટે તેમને ખાનપાન પર ઘણો કંટ્રોલ રાખવા માટે કહેવામાં આવ્યુ હતુ. તે ગળ્યુ ખાવાના ખૂબ શોખીન હતા એટલા માટે તેમને મિઠાઈઓથી દૂર રાખવાની કોશિશ કરવામાં આવતી હતી પરંતુ પાર્ટીમાં જ્યારે તેમની નજર ગુલાબજાંબુ પર પડી તો તે બધુ ભૂલી ગયા અને તે ગુલાબજાંબુના ટેબલ તરફ આગળ વધવા લાગ્યા.

અટલ બિહારીએ માધુરી સાથે કરી હતી વાત...

અટલ બિહારીએ માધુરી સાથે કરી હતી વાત...

ત્યારે તેમના સહયોગીઓએ એક યુક્તિ અજમાવી અને રસ્તા વચ્ચે તેમને માધુરી દીક્ષિતને મળાવી દીધા ત્યારબાદ વાજપેયી તેમની સાથે વાતચીત કરવા લાગ્યા. ફિલ્મોના શોખીન વાજપેયી જલ્દી ભૂલી ગયા કે તેમને ગુલાબજાંબુ ખાવાનું હતુ, તેમના આ કિસ્સાનો ખુલાસો પત્રકાર રાશિદ કિદવઈએ કર્યો હતો. વાજપેયી જ્યારે માધુરી સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયા તો તેમના સહયોગીઓએ તરત જ જમવાના કાઉન્ટર પરથી ગુલાબજાંબુ હટાવી દીધા.

અમુક ખાસ વાતો

અમુક ખાસ વાતો

પોતાના પરિપક્વ અભિનય, દિલને સ્પર્શી જતુ સ્મિત અને મદમસ્ત નૃત્યથી માધુરીએ ભારતીય ફિલ્મજગતમાં પોતાનું ખાસ મુકામ મેળવ્યુ છે. માધુરીને સંપૂર્ણ અભિનેત્રી માનવામાં આવે છે. 15મે, 1967માં મુંબઈના મરાઠી પરિવારમાં જન્મેલી માધુરી દીક્ષિતની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી પરંતુ તેમની જિંદગીમાં તો અભિનેત્રી બનવાનું લખ્યુ હતુ. 1984માં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ ‘અબોધ' થી પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરનાર માધુરીને ઓળખ મળી એન ચંદ્રાની ફિલ્મ ‘તેજાબ'થી કે જે સન 1988માં રિલીઝ થઈ હતી.

નેશનલ એવૉર્ડથી સમ્માનિત છે માધુરી દીક્ષિત

નેશનલ એવૉર્ડથી સમ્માનિત છે માધુરી દીક્ષિત

ત્યારબાદ માધુરીની સફળતા સતત આગળ વધતી રહી. ત્રિદેવ, રામલખન, બેટા, પ્રહાર, પરિન્દા, દિલ, સાજન, હમ આપકે હૈ કોન, દિલ તો પાગલ હે, મૃત્યુદંડ, દેવદાસ, ખલનાયક ફિલ્મોથી માધુરી નંબર વનના સિંહાસન પર જઈ બેઠી જ્યાં પહોંચવુ દરેકનું સપનુ હોય છે. માધુરીએ ફિલ્મ બેટા, હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હે માટે ત્રણ વાર ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવૉર્ડ જીત્યો છે વળી ફિલ્મ દેવદાસના ચર્ચિત રોલ ચંદ્રમુખી માટે તેમને સહાયક અભિનેત્રી તરીકે ફિલ્મફેર એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

હેપ્પી બર્થડે માધુરી દીક્ષિત

હેપ્પી બર્થડે માધુરી દીક્ષિત

મહિલાની દૂર્દશા પર બનેલી ફિલ્મ ‘મૃત્યુદંડ' માટે તેમના રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. વર્ષ 2008માં ભારત સરકારે માધુરીને પદ્મશ્રીથી પણ નવાજ્યા છે. લગભગ દસ વર્ષ સુધી પડદા પરથી ગાયબ રહેનાર માધુરી હાલમાં ડાંસ રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે. આ દરમિયાન માધુરી ઘણી એડમાં પણ જોવા મળે છે. વન ઈન્ડિયાની આખી ટીમ આ સુંદર અભિનેત્રીને તેમના જન્મદિવસ પર શુભકામનાઓ પાઠવે છે અને કહે છે કે તે આ રીતે જ બોલિવુડમાં પોતાના સ્મિતથી પોતાનો જાદુ ચલાવતા રહે. તુમ જિયો હજારો સાલ... એ જ દુઆ છે અમારી.. હેપ્પી બર્થડે માધુરી દીક્ષિત.

English summary
Former Prime Minister Atal Bihari Vajpayee was a big fan of Dhak Dhak Girl Madhuri Dixit, here is an Interesting Stories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more